ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં આ બેઠકને લઈને હાર્દિક પટેલે કર્યો મોટો દાવો,જાણો વિગતે

221

ગુજરાત રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણીમાં ખાલી પડેલી બેઠકો પર પોતાના ઉમેદવારને જીતાડવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. ભાજપ દ્વારા કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ ના દોર વચ્ચે હાર્દિક પટેલ એક મહત્વનું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલના બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારોને 25 હજારથી વધુ લીડથી જીતશે તેવું મહત્વનું નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલે મિડીયા સાથે વાતચિત કરતા જણાવ્યું.

આઠ બેઠક પર કોંગ્રેસનો વિજય થવાનો છે.દરેક તાલુકાની અંદર ગામડાઓમાં આજે પણ વિકાસથી વંચિત છે.તાલુકા ની અંદર 2014 માં માર્કેટ યાર્ડ નું ઓપનિંગ કરવામાં આવ્યું હતું કે તાલુકામાં આજ સુધી કોઈ માર્કેટિંગ યાર્ડ બન્યું નથી. વલભીપુર તાલુકામાં સરકારી કોલેજ નું ઓપનિંગ કરવામાં આવ્યું હતું પરંતુ સરકારી કોલેજ બની જ નથી.

ઘણા બધા પ્રશ્નો વલભીપુર તાલુકા અને ગઢડા વિધાનસભાના ને લઈને છે. જનતા એવું ઈચ્છે છે કે, કોંગ્રેસ અમારો અવાજ વિધાનસભામાં પહોંચાડીને જનતાના કામ કરશે.

જે રીતે લોકોની અંદર ઉત્સાહ અને સરકાર વતી આક્રોશ છે તેને લઈને દેખાઈ રહ્યું છે કે, આઠ બેઠક પર કોંગ્રેસનો વિજય થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!