ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં લીમડી બેઠકના ઉમેદવાર ને લઈને આવ્યા મોટા સમાચાર.

Published on: 12:11 pm, Fri, 16 October 20

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો સ્પષ્ટ કરી દીધા છે. કોંગ્રેસને એક લીમડી બેઠક પર ઉમેદવારની જાહેરાત બાકી હતી ત્યારે અનેક સવાલો વચ્ચે કોંગ્રેસે લીમડી બેઠક પરથી ચેતન ખાચરને ટિકિટ આપી દીધી છે. ભાજપે ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકીટ આપતાં કોંગ્રેસ માટે લીમડી બેઠકને લઈ ને અસમંજસની સ્થિતિ ઊભી થઇ હતી.કોંગ્રેસ દ્વારા પ્લાન B તૈયાર કરવામાં આવ્યો.

અને તેમાં ક્ષત્રિય સમાજ ના ઉમેદવાર સામે કોળી સમાજના ઉમેદવારને ટિકીટ આપવામાં આવે પરંતુ છેલ્લી ઘડીએ સમીકરણ બદલાઈ ગયા.કોંગ્રેસે કાઠી સમાજના ઉમેદવારને ટિકીટ આપતાં લીમડી બેઠક પર ક્ષત્રિય વીએસ ક્ષત્રિય ની પરિસ્થિતિ ઊભી થઈ છે.કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસમાંથી ચેતન ખાચર ઊભા રહેશે અને.

આજરોજચેતન ખાચર ઉમેદવારી ફોર્મ ભરવાના હતા.લીમડી બેઠક પરથી હાલમાં ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને કોંગ્રેસે તમામ 8 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.

જોકે ભાજપે કિરીટ સિંહ રાણાને ટિકિટ આપતા કોળી સમાજ અને અન્ય સમાજ નારાજગી વ્યક્ત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!