ખેડૂત આંદોલન ને લઈને મોટા સમાચાર,શંકરસિંહે ભાજપ સરકાર નું વધાર્યું ટેન્શન

Published on: 9:13 am, Fri, 26 March 21

ગુજરાત રાજ્યમાં ખેડૂત આંદોલન નો મુખ્ય ચહેરો હવે શંકરસિંહ વાઘેલા બનશે.શંકરસિંહ વાઘેલાએ રાકેશ ટિકૈત ને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છે.ગુજરાત માં નવા ત્રણ કૃષિ કાયદા અંગે આંદોલન ઉભુ થઈ રહ્યુ છે.ત્યારે ગુજરાત માં નવા 3 કૃષિ કાયદા અંગે આંદોલન ઉભુ થઈ રહ્યુ છે.

ત્યારે ગુજરાત માં ખેડૂત આંદોલન નો મુખ્ય ચહેરો હવે શંકરસિંહ વાઘેલા બનશે.તારીખ 4 અને 5 ના રોજ રાકેશ ટિકૈત ખેડૂતો સાથે મુલાકાત કરશે અને આ સાથે બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 4 તારીખે રાકેશ ટિકૈત મળશે.

જે બાદ અંબાજી ખાતે ઉત્તર ગુજરાતના ખેડૂતોને 5 મી તારીખે મળશે. ખેડૂત આંદોલન ની જેમ ની ચાલી રહી છે તેમાં મહાપંચાયત માં ભારતીય ખેડૂતો યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત સરકાર પર પ્રહાર કર્યા છે.

રાકેશ ટિકૈત કહ્યું છે કે ખેડૂતોને મજબૂત બનાવવાની સાજીસ ચાલી રહી છે.તેઓએ ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે જો કોઈ સરકારી એજન્સી ખેડૂતોને ડરાવવાની કોશિશ કરે.

તો તેમને બંધક બનાવી લો. આ સમયે રાકેશ ટિકૈત 26 જાન્યુઆરીની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.રાકેશ ટિકૈત કહ્યુ કે એક પાઇપ પર ધાર્મિક ઝંડો લગાવ્યો તો શું પાપ કરી લીધું.

લાલ કિલ્લો સરકાર પહેલા જ વેચી ચૂકી છે. તેઓએ હરિયાણા ના સીએમને નિશાન બનાવ્યા અને કહ્યું કે સીએમ ખટ્ટર માં હિમંત છે તો હેલિકોપ્ટર થી નીચે આવીને બતાવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂત આંદોલન ને લઈને મોટા સમાચાર,શંકરસિંહે ભાજપ સરકાર નું વધાર્યું ટેન્શન"

Leave a comment

Your email address will not be published.


*