સમાચાર

રાજ્યોમાં રેલી સભાને લઇને કેન્દ્રની મોદી સરકાર નો મોટો નિર્ણય, જાણો વિગતવાર

રાજ્ય સરકાર નવરાત્રીમાં ગરબાનું આયોજન અંગે મંજૂરી આપતી નથી પણ રાજ્યમાં ચૂંટણી સભાઓને રેલીઓમાં મંજૂરી મળી ગઈ છે.કેન્દ્રની મોદી સરકારના ગૃહ મંત્રાલય તાત્કાલિક અસરથી ચૂંટણી વાળા રાજ્યોમાં ચૂંટણી સભાઓ અને રેલીઓમાં ગમે એટલી ભીડ એકત્રિત કરવાની મંજૂરી આપી દીધી છે.નવરાત્રી સહિતના અનેક ધાર્મિક તહેવારો અને બીજા કાર્યક્રમોને મંજુરી નથી મળી રહે ત્યારે બીજી બાજુ પોતાના સ્વાર્થ માટે અને મત મેળવવા ચૂંટણી સભાને મંજૂરી આપી દીધી છે.ભારતમાં અનલૉક 5 આ અંગે જારી કરાયેલી માર્ગદર્શિકામાં કેન્દ્ર સરકારે ગુરુવારે બિહાર વિધાનસભા ચૂંટણી અને ગુજરાત સહિતના અનેક 11 રાજ્યોમાં પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં ફેરફાર કર્યા છે.

મંત્રાલયઆ રાજ્યોમાં તાત્કાલિક અસરથી રાજકીય રેલીઓ કરવાની મંજૂરી આપી દીધી છે.આ માર્ગદર્શિકા પ્રમાણે અને પેટા ચૂંટણી વાળા રાજ્યોમાં નેતાઓ ખુલ્લા મેદાનમાં ગમે તેટલી ભીડ એકઠી કરી શકશે અને અત્યાર સુધી ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ હતો.ગૃહ મંત્રાલય આ રાજ્યોમાં તાત્કાલિક અસરથી રાજકીય રેલીઓ કરવાની મંજૂરી આપી દીધી છે.આ માર્ગદર્શિકા પ્રમાણે ચૂંટણી અને પેટા ચૂંટણી વાળા રાજ્યોમાં નેતાઓ ખુલ્લા મેદાનોમાં ગમે તેટલી ભીડ એકઠી કરી શકશે.

ગૃહ મંત્રાલય દ્વારા મોડી રાત્રે જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે,કોરોનાવાયરસ ના નિયમોનું પાલન કરવાનું રહેશે અને ખુલ્લા મેદાનમાં સભા કરવામાં આવે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ પાલન કરીને લોકો ભેગા કરી શકાશે.

કાર્યક્રમ યોજનાર એ આખા કાર્યક્રમની વીડિયોગ્રાફી પણ કરવાની રહેશે અને 48 કલાકમાં જિલ્લા વહીવટીતંત્રને સુપરત કરવાની રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *