રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ને લઈને અપાઈ મોટી રાહત,આટલા કલાક નો કરાયો ઘટાડો

Published on: 10:57 am, Sat, 25 September 21

રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરની અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણ અંગે મહત્વપૂર્ણ નિર્ણય કરી રહ્યા છે. તે ઉપરાંત આગામી સમયમાં નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી મળતા જ હવે રાજ્ય સરકારે હવે 8 મહાનગરમાં રાત્રિ કરફ્યુ માં એક કલાક ઘટાડવાની જાહેરાત કરી છે.

ગૃહ વિભાગના જાહેરનામા પ્રમાણે આજથી દસ ઓક્ટોબર સુધી રાજ્યના આઠ શહેરોમાં રાતના 12 વાગ્યાથી 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. આ જાહેરનામુ 10 ઓક્ટોબર સુધીનું છે અને નવરાત્રી 7મી ઓક્ટોમ્બર થી શરૂ થાય છે.

ચોથા નોરતે થી નવું જાહેરનામું આવવાની શક્યતા છે. જેથી ગરબા નો સમય પણ રાત્રે 1 વાગ્યા સુધીનો રહી શકે છે.આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ ની મુદત 25 મી સપ્ટેમ્બરના શનિવારે પૂર્ણ થાય છે.7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે.

આ સ્થિતિમાં ગુજરાતની નવી સરકાર રાત્રી કર્ફ્યું ના ઘટાડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાના આયોજનો માટે નવી માર્ગદર્શિકા સાથે મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહરાજ્ય હર્ષ સંઘવી સાથે યોજેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના આઠ મહાનગરો માં રાત્રી કર્ફ્યુ અમલ માં છે ત્યાં આવતીકાલથી રાત્રિના 12 કલાકથી 10 ઓક્ટોમ્બર સુધી સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રી કરફ્યુ અમલમાં રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ને લઈને અપાઈ મોટી રાહત,આટલા કલાક નો કરાયો ઘટાડો"

Leave a comment

Your email address will not be published.


*