ગુજરાત રાજ્યમાં લગ્ન પ્રસંગને લઇને ભૂપેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત,જાણો

Published on: 10:34 am, Sat, 25 September 21

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આગામી નવરાત્રિના પર્વને ધ્યાનમાં શેરી ગરબાને છૂટછાટ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ લગ્નપ્રસંગ, હોટલ અને બાગ બગીચા ના સમયને લઈને પણ રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે. 400 વ્યક્તિઓની મર્યાદામાં તમે લગ્ન પ્રસંગ કરી શકશો.

આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રી પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટ ના ગરબા, દુર્ગા પૂજા, દશેરા, શરદપૂર્ણિમા જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

લગ્ન પ્રસંગમાં અગાઉ 150 વ્યક્તિઓની મર્યાદા હતી તેમાં વધારો કરીને 400 વ્યક્તિઓની છૂટછાટ આપવામાં આવી છે. આવા પ્રસંગોમાં જનારા દરેક લોકોએ બે વેક્સિન ના ડોઝ લીધા હોય તો હિતાવહ રહેશે. આવા આયોજનમાં લાઉડ સ્પીકર નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું પડશે. અંતિમ ક્રિયામાં 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને 100 વ્યક્તિઓ ની મર્યાદા કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!