ખેડૂતોને ટેકટર રેલીને લઇને મોટું ષડયંત્ર! પેટ્રોલ પંપ પર ટ્રેકટરને ડીઝલ આપવાની કરી દીધી મનાય.

26મી જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાવાની છે. અત્યારથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.પેટ્રોલ પંપ વાળાઓએ ટેકટર માટે ડીઝલ આપવાની રોક લગાવી દીધી છે અને આ પ્રકારનું વિચિત્ર ફરમાન ગાઝીપુર પોલીસે જાહેર કર્યું છે.પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા.

તેમના વિસ્તારમાં આવતા પેટ્રોલ પંપના સંચાલકો ને કલમ 144 સીઆરપીસી અંતર્ગત નોટિસ જાહેર કરી છે અને 26 મી જાન્યુઆરીના રોજ ખેડૂતો દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ટ્રેક્ટર માર્ચ તથા અન્ય કાર્યક્રમો કરવાના.

પ્લાન ને જોતા ટ્રેક્ટર માચ પર પ્રતિબંધ લગાવી દીધો છે.આ કાર્યક્રમ અંતર્ગત એવું સૂચિત કરવામાં આવ્યું છે કે 26 મી જાન્યુઆરી સુધી કોઈપણ ટ્રેક્ટર અથવા કોઈપણ ડ્રમ,કેન્માં તેલ આપવામાં આવશે નહીં.જેથી શાંતિ વ્યવસ્થા બની રહે.

અને આ આદેશનું ઉલ્લંઘન કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.સેડપુર પોલીસ સ્ટેશનના હેડ તરફથી શનિવારના રોજ આ પ્રકારની નોટીસ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

અને જેને પેટ્રોલ પંપ પર ચિપકાવી દેવામાં આવી છે.ત્યારે હવે આ બાબતને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને બીજી બાજુ જિલ્લા પોલીસ વડાનું પણ આ અંગે મોઢું સિવાય ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*