સોનું અને ચાંદીના ભાવ મા મોટો કડાકો, જાણો આજના સોનાં ચાંદીના ભાવ.

Published on: 3:35 pm, Wed, 7 April 21

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. બુધવાર એક દિવસીય રેલી બાદ માંગ માં ઉછાળાને કારણે ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. મળતી માહિતી અનુસાર બુધવાર ના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂન વાયદાના સોનાના ભાવમાં 0.25 ટકાનો ઘટાડો થયો છે.

જ્યારે મે વાયદાના ચાંદીના ભાવમાં 0.23 ટકાનો ઘટાડો થયો છે. અગાઉના સત્રમાં, 10 ગ્રામ સોનું 600 રૂપિયા અથવા 1.25 ટકાના સુધારા સાથે બંધ થયું હતું જ્યારે 1 કિલો ચાંદી અથવા 1300 રૂપિયા બંધ હતો.

નોંધપાત્ર વાત એ છે કે સોનાની કિંમતમાં તાજેતરની નબળા હોવા છતાં સોનુ ઓગસ્ટના ઉચ્ચતમ 56200 ની તુલનામાં 11 હજાર રૂપિયા સસ્તું છે.

2021 ની શરૂઆતથી સોનાની કિંમત 10 ગ્રામ દીઠ આશરે 5000 રૂપિયા જેટલી નીચે છે. પાછલા સત્રમાં બે અઠવાડિયાની ઉચ્ચ સપાટીએ પહોંચ્યા પછી આજે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર બુધવારે જૂન વાયદો સોનુ 115 ઘટીને ₹45804 પર પ્રતિ 10 ગ્રામ થઈ રહ્યો છે તે અગાઉના ટ્રેડિંગ સેશનમાં 1.25 ટકાની સપાટીએ બંધ રહ્યો હતો.

વૈશ્વિક બજારની વાત કરીએ તો તેમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થયો.સ્પોટ સોનું 0.2 ટકા ઘટીને 1739.46 ડોલર પ્રતિ ઔંસ પર હતું.

આજે વાયદા ચાંદી એમસીએક્સ પર ₹65748 રૂપિયા પ્રતિ કિલો થઇ ગઇ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદી બે ટકા એટલે કે ₹1300 બંધ હતી. નોંધપાત્ર વાત એ છે કે, મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં એક દિવસ પહેલા જોવા મળ્યા હતા.

દિલ્હી બુલિયન માર્કેટમાં સોના નો ભાવ ₹83 ના વધારા સાથે ₹45409 પર બંધ રહ્યો છે જેની સાથે એક કિલો ચાંદીના ભાવ 62 રૂપિયા વધીને 64,650 પર બંધ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોનું અને ચાંદીના ભાવ મા મોટો કડાકો, જાણો આજના સોનાં ચાંદીના ભાવ."

Leave a comment

Your email address will not be published.


*