રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને લઈને ભૂપેન્દ્ર પટેલે આપ્યુ ચોકાવનારું નિવેદન,જાણો વિગતે

Published on: 12:22 pm, Wed, 27 October 21

રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે અમારે તો શાંતિથી કામ કરવાનું છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે અમારે તો કંડારેલી કેડી છે તેના પર આગળ વધવાનું હોય.

અહીંયા થી હમણા કહેતા હતા કે અમારે તો આરામથી કામ કરવાનું છે. અમારે કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટી પરિવારની ભાવનાથી કામ કરતી આવી છે. આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ દુનિયા ગોળ છે. આપણે આત્મનિર્ભર ભારત ની સાથે સાથે આત્મનિર્ભર ગુજરાત પણ બનાવીશું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર મિશન છે તેને ગુજરાત સરકાર ખભેખભો મિલાવીને સાથે ચાલે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ત્યારે તો એવું થઈ ગયું છે કે દરેક વિભાગ દરેક સેવા આપતો થઈ ગયો છે. કોરોના ના સમયમાં પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે.

એટલે ફરીથી લોકોમાં પોલીસ પ્રત્યે આદરની ભાવના ઉભી થઇ છે. મહત્વની વાત કરી શકાય કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ની કામગીરીમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!