દિલ્હીમાં આજરોજ રાહુલ ગાંધી અને ગુજરાતના પ્રભારી વચ્ચે મુલાકાત થઇ હતી જે મુલાકાત ખૂબ જ ખાસ ગણવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા આજે રાહુલ ગાંધી ના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને આજે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ નેતા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે જગદીશ ઠાકોર નું નામ હાલમાં સૌથી આગળ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર નું નામ સૌથી આગળ છે અને સાથે જ વિપક્ષ માટે વીરજી ઠુમ્મર, પૂજા વંશ અને શૈલેષ પરમાર નું નામ આગળ છે. સૌરાષ્ટ્ર નવા પ્રદેશ અધ્યક્ષ અથવા તો વિપક્ષમાં પદ મળી શકે છે
પરંતુ જો જગદીશ ઠાકોર અધ્યક્ષ બનશે તો વીરજી ઠુમ્મર અથવા પૂજા વંશ નેતા વિપક્ષ બની શકે છે.ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં દરેક પાર્ટી દ્વારા જોરશોરથી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા પણ આ વર્ષે પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં ટૂંક સમયમાં હવે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ ને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!