પૂનમ હોવાથી ચોટીલા માતાજીના દર્શન કરવા જતા 3 યુવકોને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… ત્રણેયના ઘટના સ્થળે કરુણ મોત….

Published on: 1:01 pm, Thu, 31 August 23

ગઈકાલે રક્ષાબંધનના પવિત્ર દિવસે ગુજરાતમાં બનેલી એક કાળજો કંપાવી દેનારી અકસ્માતની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ અકસ્માતની ઘટનામાં ત્રણ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ભયંકર અકસ્માતની ઘટના પાટણ જિલ્લામાં વહેલી સવારે બની હતી.

કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો.

ટ્રકની પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં કારમાં બેઠેલા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થઈ ગયા હતા. વિગતવાર વાત કર્યા તો પાટણ જિલ્લાના હાઇવે માર્ગ પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે ગઈકાલે રાધનપુર સોનલનગર ખાતે રહેતા હસમુખભાઈ છગનભાઈ ઠક્કર, પીન્ટુભાઇ સોમાભાઈ રાવળ અને દશરથભાઈ જેહાભાઈ રાવળ નામના ત્રણ યુવાનો પૂનમ હોવાથી ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા.

ત્યારે રસ્તામાં તેમને ભયંકર અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર વહેલી સવારે સમી-શંખેશ્વર હાઇવે પર એક ટ્રક પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન એક વેગેનાર કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.

અકસ્માતની ઘટનામાં કારમાં બેઠેલા હસમુખભાઈ પીન્ટુભાઇ અને દશરથભાઈનું મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ટ્રક પાછળ ધડાકાભેર કાર ઘૂસી.

હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા ત્રણેય લોકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના અટલી ભયંકર હતી કે કારમાં બેઠેલા ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પૂનમ હોવાથી ચોટીલા માતાજીના દર્શન કરવા જતા 3 યુવકોને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… ત્રણેયના ઘટના સ્થળે કરુણ મોત…."

Leave a comment

Your email address will not be published.


*