ભાવનગરમાં ઘરની સામે રોડ ક્રોસ કરી રહેલી મહિલાને એવો ભયંકર અકસ્માત નડ્યો કે… હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત…

Published on: 3:40 pm, Thu, 31 August 23

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ભાવનગરમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રોડ ક્રોસ કરતી વખતે એક મહિલાને અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા છે. વિગતવાર વાત કરે તો ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતી એક મહિલા રોડ ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન એક અજાણ્યા વાહને મહિલાને અડફેટેમાં લીધી હતી. ત્યાર પછી મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.

જ્યાં આજરોજ સારવાર દરમિયાન મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ ઈલા અજયભાઈ લંગાળીયા હતું અને તેમની ઉંમર 46 વર્ષની હતી. ઇલાબેન ભરતનગર ચોકડી પાસે તખ્તેશ્વર હાઈટ્સમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા.

28 તારીખના રોજ તેઓ પોતાના ઘરની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યો વાહન ચાલક ઈલાબેનને ટક્કર લગાવીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

આ ઘટનામાં ઈલાબેનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ કારણોસર તેમને હેમરેજ થઈ ગયું હતું અને આજ રોજ સારવાર દરમિયાન તેમને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાવનગરમાં ઘરની સામે રોડ ક્રોસ કરી રહેલી મહિલાને એવો ભયંકર અકસ્માત નડ્યો કે… હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*