ચૂંટણી પહેલા ભાજપે મમતાને આપ્યો મોટો ઝટકો, જાણો વિગતે.

Published on: 9:22 pm, Mon, 8 March 21

બંગાળ ચૂંટણી પહેલાં મમતા બેનરજીએ એક ઝટકો લાગ્યો છે.સોમવારે ટીએમસીના 5 ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયા હતા.ભાજપમાં સામેલ થનાર નેતાઓમાં સોનાલી ગુહા,દેપન્ડુ બિશ્વાસ,રવીન્દ્રનાથ ભટ્ટાચાર્ચ.

જતું લહિદી,શીતળ સરદાર અને હબીબ પૂરના ટીએમસી ઉમેદવાર સરલા મુર્મુ સામેલ છે.આ તમામ નેતાઓ પક્ષિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ધોષ, શુભેન્દુ અધિકારી અને મુકુલ રોય ની હાજરીમાં ભાજપ નો કેસરીયો ધારણ કર્યો હતો.

રબીન્દ્રનાથ ભટાચાર્ય 2001 થી સિંગુર વિધાનસભા બેઠકના ટીએમસીના ધારાસભ્ય છે.તેઓ સિંગુર આંદોલનનો મુખ્ય ચહેરો પણ બન્યા હતા.આ વખત ટીએમસીએ તેમની ટિકિટ કાપી નાખી હતી.

મમતા બેનરજીએ વિધાનસભાની ચૂંટણી માટે 291 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી અને મમતા એ 100 નવા ચહેરાને તક આપવામાં આવી છે તો કેટલાક જાણીતા ચહેરા ની ટિકિટ કાપી છે.

291 ઉમેદવારોમાં 50 મહિલાઓને અને 42 મુસ્લિમ ઉમેદવારો છે. દાર્જીલિંગના 3 બેઠકો પર ટીએમસી ચૂંટણી લડવાની નથી કારણ કે આ બેઠકો પાર્ટીની સહયોગી માટે અનામત રખાઇ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચૂંટણી પહેલા ભાજપે મમતાને આપ્યો મોટો ઝટકો, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*