મહત્વના સમાચાર : રાજ્યના ખેડૂતો પાસેથી આ તારીખથી રાજ્યની રૂપાણી સરકાર કરશે ઘઉંની ટેકાના ભાવે ખરીદી.

119

ગુજરાત રાજ્યના ખેડૂતો પાસેથી 16 મી માર્ચ થી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2021-22 અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી આગામી 16 માર્ચથી 31 મી જુલાઇ દરમિયાન કરવામાં આવનાર છે.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ના 235 જેટલા ગોડાઉન કેન્દ્રો ખાતે લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. સરકારે આ વર્ષે 1.50 લાખ ટન ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક મૂક્યો છે.

ભાવ ની નવી આવક બજારમાં શરૂ થઈ ગઈ છે અને સરકાર ઘઉંની ખરીદી શરૂ કરે તો ખુલ્લા બજારમાં પણ ભાવ ની અસર પડશે.ખેડૂતોને ઓનલાઇન નોંધણી સંબંધી નિગમના ગોડાઉનમાં કેન્દ્ર ખાતે તથા.

ગ્રામ્ય કક્ષાએ V.C.E મારફતે 8 માર્ચ થી 31 માર્ચ 2021 સુધી ચાલુ રહેશે અને નવા ઘઉં ની આવક હાલ માર્કેટિંગ યાર્ડ માં શરૂ થઈ ગઈ છે.રાજ્યમાં વખતે પુષ્કળ ઉત્પાદન થવાની આશા છે અને ઘઉંનું વાવેતર આ વખતે 2998 ખેતર માં થયેલું છે.

જ્યારે સરકાર ટેકાના ભાવની ખરીદી કરશે ત્યારે માર્કેટયાર્ડ પર અસર થશે અને ખેડૂતોને ફાયદો થાય તેવી શક્યતા છે.મોસમમાં ખાસ કોઇ પ્રકારનો બદલાવ નહીં આવે તો આ વર્ષે બમ્પર ક્રોપ આવવાની સંભાવના રહેલી છે.

આ સંજોગોમાં સરકારના વલણ અંગે ખેડૂતો ની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ પ્રમાણે ઘઉંના 19.75₹ કિલોદીઠ અને 100 કિલો એટલે કે એક ક્વિન્ટલ દીઠ ₹1975 ના ભાવ નક્કી કરવામાં આવેલા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!