ગુજરાત વિધાનસભા ની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ બનાવ્યો માસ્ટર પ્લાન, જાણો પ્લાન સફળ થશે તો શું થશે ?

279

મિશન 2022 અંતર્ગત આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન લોન્ચ કરાયું છે. કુલ 50 લાખ લોકોને આમ આદમી પાર્ટીના સદસ્ય બનાવવાનો લક્ષ્યાંક છે.સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 બેઠક પર જીત બાદ હવે આમ આદમી પાર્ટી નવા મિશન તરફ આગળ વધી રહી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. Mission 2022 અંતર્ગત આમ આદમી પાર્ટી માં કુલ 50 લાખ લોકો તેઓના સદસ્ય બનાવવાનો લક્ષ્યાંક છે.

જેમાં સંગઠનને મજબૂત બનાવવા વધારે સદસ્ય જોડવામાં આવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતૃત્વને આગળ વધારવાનું કામ ગોપાલ ઇટાલીયા અને તેની ટીમ કરી રહી છે.

અન્ય પાર્ટીઓ ની જેમ આમ આદમી પાર્ટીને પણ આગામી સમયમાં કેડર ની જરૂર પડશે. કાર્યકરોના આધારે કોઈ પણ પાર્ટી કાર્યરત હોય છે. જેને લઇ આમ આદમી પાર્ટી પણ હવે આગામી 50 દિવસ સુધી સદસ્યતા અભિયાન ચલાવશે.

આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાતના મહામંત્રીને મહત્વની જવાબદારી રામ ધડુક ને સોંપવામાં આવી છે અને સાથે આમ આદમી પાર્ટીના સુરતમાં સફળતામાં મનોજ સોરઠીયા ની મહત્વની ભૂમિકા રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!