દિવાળીના તહેવાર પહેલા ડુંગળીના ભાવને લઇને આવ્યા મોટા સમાચાર, ગૃહિણીઓ માટે રાહતના સમાચાર

Published on: 5:24 pm, Sat, 7 November 20

ભારે વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાથી ડુંગળીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો હતો. હાલ ફરી ડુંગળીની બજારમાં મંદીનો માહોલ શરૂ થઇ ગયો છે અને ડુંગળીના ભાવ 50 ટકા ઘટી ગયા છે.કેન્દ્ર સરકાર દ્વારા એક બાદ એક પગલાં લેવાથી તેમા નવી ડુંગળીની બજાર માં આવવાથી ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો. ગુજરાત રાજ્યમાં ડુંગળીના ભાવ ઓક્ટોમ્બર માં વધીને મણના 1200 થી 1250 ની સપાટીએ પહોંચ્યા હતા.

જે ઘટીને 800 થી 850 થઈ ગયા છે. નાસિકની લાસણ ગાંવ મંડી માં ડુંગળીનો ભાવ 22 ઓક્ટોબર ₹6000 ની સપાટી હતા જે આજરોજ ઘટીને ₹3000 પ્રતિ ક્વિન્ટલે ઘટી ગયા હતા. ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે સ્ટોકમાં લિમિટ લડ્યા બાદ નાફેદ ને ડુંગળીની આયાત કરવાની સૂચના આપવામાં આવી છે.નાફેદ31 ઓક્ટોબરે બહાર પડેલા 15 હજાર ટન ડુંગળીના ટેન્ડરને મંજૂરી આપી દીધી છે.

જેને પગલે ડુંગળી ટૂંકમાં ભારતીય બજારમાં આવી જશે અને આ વર્ષે નાફેદ ભારતીય લોકો ખાઈ શકે એવી સાહેબની ડુંગળીની આયાત માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જો સમયસર ડુંગળી આવી જશે.

તો બજારમાં વધુ ઘટાડો થઈ શકે છે અને આગામી દિવસોમાં નાફેદ વધુ એક ટેન્ડર બહાર પાડે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!