લગ્નમાં દીકરીની વિદાય થાય તે પહેલા, પિતા હંમેશા માટે દુનિયા છોડીને ચાલ્યા ગયા… મહેમાનોને સાચવતા-સાચવતા પિતા સાથે કંઈક એવું બન્યું કે… 3 દીકરીઓ પિતા વગરની થઈ ગઈ…

Published on: 12:02 pm, Sun, 12 February 23

રંગીલા રાજકોટમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં દીકરીના લગ્નમાં પિતા સાથે કંઈક એવું બન્યું કે પરિવારના સભ્યોએ સપનામાં પણ વિચાર્યું હોય. લગ્નમાં દીકરીની વિદાય થાય તે પહેલા પિતાનું મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના બનતા જ સોની પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ ઘટનામાં દિલીપભાઈ હસમુખભાઈ નામના 52 વર્ષના વ્યક્તિનું પોતાની દીકરીના લગ્નના દિવસે મૃત્યુ થયું હતું.વિગતવાર વાત કરીએ તો દિલીપભાઈની દીકરી ખુશ્બુબેનના શનિવારના રોજ કાલાવાડ રોડ ઉપર ક્લાસિક પાર્ટી પ્લોટમાં લગ્ન હતા. શુક્રવારના રોજ રાત્રે દાંડીયારાસ, મહેંદી રસમ સહિતના કાર્યક્રમો હતા.

ઘરે દીકરીના લગ્ન હોવાના કારણે પરિવારમાં ખુશી નો ભાવ જોવા મળી રહ્યો હતો. શનિવારના રોજ સવારે જાન આવી ગઈ હતી. વરરાજા અને જાનૈયાઓ માટે બસ સ્ટેશનની પાછળ એક હોટલમાં ઉતારો રાખવામાં આવ્યો હતો. દિલીપભાઈએ હોટલ મેનેજમેન્ટ અને પાર્ટી પ્લોટના સંચાલકોને તમામ જવાબદારીઓ આપી હતી.

તેમ છતાં પણ દિલીપભાઈ જાનૈયાઓને કોઈ સુવિધા ન પહોંચે તે માટે ખુદ તપાસ કરવા માટે હોટલ પહોંચ્યા હતા.દિલીપભાઈ સવારે 10:00 વાગ્યાની આસપાસ હોટલે ગયા હતા. તેઓ વેવાઈ પક્ષના સભ્યોને મળ્યા હતા અને બધાની ખબર પૂછી હતી. આ દરમિયાન અચાનક જ ગભરામણ ના કારણે દિલીપભાઈ બેભાન થઈ ગયા હતા.

ત્યારબાદ વેવાઈ પક્ષના લોકો સહિત દિલીપભાઈ ના પરિવારના સભ્યો તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હોસ્પિટલમાં દિલીપભાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દીકરીના લગ્નમાં પિતાનું મૃત્યુ થતાં જ પરિવારની લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર સાંજે ચાર વાગ્યાની આસપાસ લગ્નના મંગલ ફેરા હોય તેથી દિલીપભાઈ ના મૃત્યુના સમાચાર તેમની દીકરી અને અન્ય પરિવાર પરિવારના લોકોને પહોંચાડવામાં ન આવ્યા હતા. ઘરના વડીલો એ કહ્યું હતું કે લગ્નની સંપૂર્ણ વિધિ પૂર્ણ થયા બાદ આ વાતના સમાચાર પરિવારના સભ્યો અને દીકરીને આપશું. દિલીપભાઈ ના મૃત્યુના કારણે ત્રણ દીકરીઓએ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નમાં દીકરીની વિદાય થાય તે પહેલા, પિતા હંમેશા માટે દુનિયા છોડીને ચાલ્યા ગયા… મહેમાનોને સાચવતા-સાચવતા પિતા સાથે કંઈક એવું બન્યું કે… 3 દીકરીઓ પિતા વગરની થઈ ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*