એ..એ..ઉડાડીયા..! ઝડપી સ્કોપીયો કારે જાનમાં નાચતા જાનૈયાઓને કચડી નાખ્યા, 1 વ્યક્તિનું મોત અને 31 લોકો…હિમ્મત હોય તો જ આખો વિડિયો જોજો…

Published on: 11:37 am, Sun, 12 February 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. આ અકસ્માતની ઘટનામાં એક ઝડપી સ્કોર્પિયો કારે જાનમાં નાચતા જાનૈયાઓને કચડી નાખ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં એક બેન્ડવાળાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 31 લોકો અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

સમગ્ર ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ઉત્તરાખંડના હરિદ્વાર માંથી સામે આવી રહી છે. અહીં રસ્તા ઉપર ડાન્સ કરવો જાનૈયાઓ માટે ખતરનાક સાબિત થયો છે. સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોએ કારચાલકને ઉભો રાખ્યો હતો અને તેને બરોબરનો મેથીપાક આપ્યો હતો.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે સ્કોર્પિયો કાર બીજનોરમાં એક અન્ય લગ્નમાં જઈ રહી હતી. પરંતુ રસ્તામાં સ્કોર્પિયો કારે રસ્તા પર ડાન્સ કરતાં જાનૈયાઓને ઉડાડીયા હતા. જાણવા મળી રહ્યું છે કે કારમાં સવાર પાંચ લોકો દારૂ પીધેલા હતા. જેના કારણે આ અકસ્માતની ઘટના બની હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વિડીયોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બેન્ડવાજાના ધૂન પર જાનૈયાઓ રસ્તા ઉપર ડાન્સ કરી રહ્યા હતા.

ત્યારે અચાનક જ જાનમાં એક ઝડપી સ્કોર્પિયો કાર ઘૂસી ગઈ હતી. જેના કારણે એક બેન્ડવાળાનું અકસ્માતની ઘટનામાં કરુણ મૃત્યુ થયું છે. જ્યારે 31 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બની આબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાને લઈને પોલીસે કારચાલક સહિત કારમાં સવાર અન્ય લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટનાનો વાયરલ થઈ રહેલો વિડીયો ટ્વિટર પર @Asheesh17604450 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એ..એ..ઉડાડીયા..! ઝડપી સ્કોપીયો કારે જાનમાં નાચતા જાનૈયાઓને કચડી નાખ્યા, 1 વ્યક્તિનું મોત અને 31 લોકો…હિમ્મત હોય તો જ આખો વિડિયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*