રક્ષાબંધનના દિવસે નવા નવા કપડાં પહેરીને બહાર નીકળતા પહેલા વાંચી લેજો, અંબાલાલ પટેલની વરસાદની આગાહી…

Published on: 2:36 pm, Sun, 20 August 23

રાજ્યમાં આજે સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગસ્ટમાં રાજ્યમાં કેવો વરસાદ રહેશે તે અંગે અનેક આગાહીઓ કરી છે. આ 30 મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે તો તેમણે ઓગસ્ટના છેલ્લા દિવસોમાં ક્યાં અને કેવો વરસાદ પડશે તે અંગેની પણ આગાહી કરી છે.

આ આગાહી જાણીને તમે પોતાના તહેવાર અંગેનું પ્લાનિંગ પણ કરી શકો છો તો જાણીએ હવામાન નિષ્ણાંતે કેવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે ઓગસ્ટમાં વધારે વરસાદ રહેશે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા થવી સ્વાભાવિક છે, પરંતુ 21મી તારીખ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

અંબાલાલે એમ પણ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, વડનગર, હારીજ અને કડી તથા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ, બાયડ, મોડાસાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે દહેગામ, ગાંધીનગર, અમદાવાદ અને વિરમગામ ના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે મધ્ય ગુજરાતના વડોદરા, બારડોલી અને કરજણ સાથેના સલંગ વિસ્તારમાં વરસાદ રહેશે. આ ઉપરાંત મહેમદાવાદ, કપડવંજ, આણંદ અને ખેડાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આ વખતે વરસાદનું વહન જબરું જણાતું નથી, બંગાળના ઉપસાગર માંથી જે સિસ્ટમ આવી છે તેના કારણે આ વરસાદ થઈ શકે છે.

આ વખતે વધારે વરસાદ નહીં થાય કારણ કે દક્ષિણ પશ્ચિમના પવનો સિસ્ટમને આવતા રોકે છે. આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જવાની છે, તેમ છતાં થોડા અંશે વરસાદી ઝાપટા થશે. આ વરસાદ મઘા નક્ષત્રમાં પડતો હોવાને કારણે ખેડૂતો માટે આ વરસાદ સારો રહેશે. રાજ્યમાં 30 મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પર્વ છે, આ તારીખ અંગે તેમણે કહ્યું કે વરસાદ ગયો નથી પરંતુ તારીખ 30 અને 31 માં બંગાળના ઉપસાગર માં બીજું વહન સક્રિય થવાની શક્યતા છે.

જેનાથી દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને આહવા ના વિસ્તારો તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. 30 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા તિથિ ના રોજ સવારથી ભદ્રા શરૂ થશે જે રાત સુધી ચાલશે. ભદ્રા પૂર્ણ થયા પછી જ બહેન ભાઈ ને રાખડી બાંધી શકશે. જ્યારે 31 ઓગસ્ટે સવારે 7.5 વાગ્યા સુધી શ્રાવણ પૂર્ણિમા તિથિ છે, તો આ સમય સુધી રાખડી બાંધી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રક્ષાબંધનના દિવસે નવા નવા કપડાં પહેરીને બહાર નીકળતા પહેલા વાંચી લેજો, અંબાલાલ પટેલની વરસાદની આગાહી…"

Leave a comment

Your email address will not be published.


*