સુરતની ફેમસ ગણેશ આલુપુરીમાં નાસ્તા કરવા જતા પહેલા ચેતી જજો,કારણ કે ખાવસામાંથી નીકળ્યું છે હાડકું…જુઓ વિડિયો

Published on: 11:04 am, Sun, 7 January 24

મિત્રો આપણે જાણીએ છીએ કે સુરત વાળા ખાવા પીવાના ખૂબ જ વધારે શોખીન હોય છે. ત્યારે સમગ્ર સુરત જે વિસ્તારમાં જઈએ તે વિસ્તારમાં અલગ અલગ સુરતી ખાણું રોડ ઉપર મળતું હોય છે. સુરતનું જમણ તો પહેલેથી પ્રખ્યાત છે ત્યારે સુરતના લોકો સવારે ખમણ અને આલુ પૂરીને ખૂબ જ પસંદ કરતા હોય છે.

આજે સુરતમાં હજારો લોકો આલુપુરી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે સુરતની આલુપુરી નું નામ આવે એટલે કે ગણેશની આલુપુરી ખાવાનું મન તો તમામ લોકોને હોય છે.પરંતુ હાલમાં એક એવો કિસ્સો આવ્યો છે જેને સાંભળીને લગભગ તમે ગણેશ આલુપુરીમાં આલુ પૂરી ખાતા અથવા તો બીજો નાસ્તો ખાતા પહેલા 100 વખત વિચારશો.

સુરતની ફેમસ ગણેશ આલુપુરીમાં એક કસ્ટમર ખાવસા ખાવા માટે આવ્યો હતો અને તેમાંથી હાડકું નીકળ્યું છે.હવે મિત્રો ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે ચોખાઈ ન હોવાના કારણે કોઈપણ રેસ્ટોરન્ટ અથવા તો કોઈ પણ કેફે અથવા કોઈ નાસ્તાની દુકાનમાં જમવામાં કોક્રરોઝ અથવા તો કોઈ જીવજંતુ નીકળતા હોય છે

પરંતુ ગણેશ આલુપુરી જેની પર સમગ્ર સુરત એટલો વિશ્વાસ કરીને સવારે નાસ્તો કરવા માટે આવે છે ત્યાં હાડકું નીકળતા અફરાતફરીનો માહોલ થઈ ગયો છે કારણ કે આલુપુરી અને ખાવસા એ વેજિટેરિયન વસ્તુ છે ત્યારે હાડકુ નીકળતા સ્વાદ પ્રેમી જનતા સુરતને વિચારવા જેવું થઈ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સુરતની ફેમસ ગણેશ આલુપુરીમાં નાસ્તા કરવા જતા પહેલા ચેતી જજો,કારણ કે ખાવસામાંથી નીકળ્યું છે હાડકું…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*