સાવધાન રહો-સતર્ક રહો…! રસ્તા પર આરામથી ચાલીને જઈ રહેલી મહિલા સાથે અચાનક બન્યું એવું કે – જુઓ ઘટનાના CCTV ફૂટેજ

Published on: 12:07 pm, Wed, 17 August 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. અને તમે સોશિયલ મીડિયામાં ઘણી અકસ્માતની ગંભીર ઘટનાના વિડીયો જોયા હશે. મિત્રો રસ્તા ઉપર ચાલતી વખતે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘણી વખત રસ્તા પર ચાલતી વખતે કોઈકની ભૂલ આપણે ભોગવી પડતી હોય છે.

ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટ્રક ચાલકની નાનકડી એવી ભૂલના કારણે રસ્તા પર ચાલતી મહિલા અકસ્માતની ભોગ બની જાય છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ અકસ્માતની ઘટનામાં એક મહિલા રોડની બાજુમાં આરામથી ચાલી રહ્યો છે. આ દરમિયાન એક ટ્રક અચાનક પાછળથી આવીને મહિલાને ટક્કર લગાવે છે. જેના કારણે મહિલા રોડ પર પાર્ક કરેલી કાર સાથે અથડાઈને રોડ પર જ ઢળી પડે છે. ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મહિલા રોડની બાજુમાં ખૂબ જ આરામથી ચાલી રહે છે.

આ દરમિયાન મહિલા રોડ પર પાર્ક કરેલી કાર પાસે પહોંચે છે. આ દરમિયાન ત્યાંથી એક ટ્રક પસાર થાય છે. આ ટ્રકનો પાછળનો લોખંડનો મજબૂત ગેટ ખુલ્લો હોય છે. જે ગેટ રોડ પર ચાલી રહેલી મહિલા સાથે અથડાય છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા ઘટના સ્થળે જ ઢળી પડી હતી.

સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ મહિલા સાથે શું થયું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. ઉપરાંત આ અકસ્માતની ઘટનાના વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. અમારી વેબસાઈટ ગુજ્જુ રોક્સ આ વીડિયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

આ વિડીયો ટ્વીટર પર Crazy Teewts નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહ્યો વિડિયો જેને ઘણા યુઝર્સ કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાવધાન રહો-સતર્ક રહો…! રસ્તા પર આરામથી ચાલીને જઈ રહેલી મહિલા સાથે અચાનક બન્યું એવું કે – જુઓ ઘટનાના CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*