તિરંગો ફરકાવવા જતા હોસ્પિટલના ડાયરેક્ટરને ધાબા ઉપર જોરદાર વીજકરંટ લાગ્યો, હોસ્પિટલના ડાયરેક્ટરનું કરુણ મૃત્યુ – 4 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી…

Published on: 11:38 am, Wed, 17 August 22

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં તિરંગો ફરકાવા જય રહેલા પ્લસ વન કેર હોસ્પિટલ ના ડાયરેક્ટરનું વીજ કરંટ લાગવાના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સોમવારના રોજ સવારે 6:30 વાગ્યાની આસપાસ ભોપાલના અયોધ્યા નગર વિસ્તારમાં બની હતી.

મળતી માહિતી અનુસાર અહીં પ્લસ વન કેર હોસ્પિટલના ડાયરેક્ટર 20 ફૂટ લાંબી લોખંડની પાઇપમાં તિરંગો ફરકાવવા માટે હોસ્પિટલના ધાબા ઉપર ગયા હતા. હોસ્પિટલના ધાબા ઉપર પાણી ભરાઈ જવાના કારણે હોસ્પિટલના ડાયરેક્ટરનો પગ લપસી ગયો હતો. જેના કારણે તેઓ અસંતુલન થઈને પડી ગયા હતા.

જેથી ત્યાંથી પસાર થતી 11 kv વીજલાઈનને લોખંડનો પાઇપ અડી ગયો હતો. જેના કારણે હોસ્પિટલના ડાયરેક્ટરને જબરદસ્ત કરંટ લાગ્યો હતો અને તેમનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. હોસ્પિટલ ના ડાયરેક્ટરનું મૃત્યુ થતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.

હોસ્પિટલના ડાયરેક્ટર ની ઉંમર 33 વર્ષની હતી અને તેમનું નામ અંશીલ રાજન જાન હતું. તેઓએ બેંગ્લોરમાં સ્થિત આઈ ટી કંપનીમાંથી એન્જિનિયરિંગની નોકરી છોડીને માર્ચ 2022 માં અયોધ્યા નગરમાં પ્લસ વન કેર નામની હોસ્પિટલ ખોલી હતી. આ હોસ્પિટલના બીજા માળે તેઓ પોતાની પત્ની અને ચાર વર્ષના દીકરા સાથે રહેતા હતા.

સોમવારના રોજ 6:30 વાગ્યાની આસપાસ તેઓ તિરંગો ફરકાવવા માટે હોસ્પિટલના ધાબા ઉપર ચડ્યા હતા. પાંચ મિનિટ બાદ ધાબા ઉપરથી વીજળીમાં શોર્ટ સર્કિટ નો જોરદાર અવાજ આવ્યો હતો. જેના કારણે હોસ્પિટલ ના ડાયરેક્ટર ની પત્ની ધાબા ઉપર પહોંચી હતી. ત્યાં તેને પોતાના પતિને બેભાન અવસ્થામાં જોયો હતો.

ત્યારબાદ ઘટનાની જાણ થતા હોસ્પિટલનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલ ના ડાયરેક્ટર ની ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "તિરંગો ફરકાવવા જતા હોસ્પિટલના ડાયરેક્ટરને ધાબા ઉપર જોરદાર વીજકરંટ લાગ્યો, હોસ્પિટલના ડાયરેક્ટરનું કરુણ મૃત્યુ – 4 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*