ગૃહિણીઓ માટે માઠા સમાચાર : ફરી એક વખત ખાદ્યતેલના ભાવમાં થયો આટલો વધારો – જાણો સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ…

Published on: 10:20 am, Thu, 12 May 22

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ આસમાની સપાટીએ પહોંચી રહ્યા છે. સતત જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થતાં સામાન્ય જનતાને ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ પડી રહ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ખાદ્યતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

ખાદ્યતેલના ભાવમાં 20 થી 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ખાધતેલમાં ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. સીંગતેલના ડબ્બાનો ભાવ 2700 રૂપિયાની પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ પણ 2700 રૂપિયા સુધી પહોંચવા આવ્યો છે.

સન ફ્લાવર ના તેલના ડબ્બાનો ભાવ પણ 2700 રૂપિયાને પાર પહોંચી ગયો છે. હજુ પણ આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. આ વર્ષે માર્કેટયાર્ડમાં કપાસ અને મગફળીની મોટા પ્રમાણમાં આવક હોવા, છતાં પણ સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

ગુરૂવારના રોજ 1600 ક્વિન્ટલ મગફળીની આવક નોંધાઇ હતી. એક મગફળીનો ભાવ 1100 રૂપિયાથી લઈને 1300 રૂપિયા સુધી બોલાવ્યો હતો. આ જાડી મગફળીનો ભાવ છે. જ્યારે ઝીણી મગફળીની 700 ક્વિન્ટલની આવક થઇ હતી. ઝીણી મગફળીનો ભાવ 1062 રૂપિયાથી લઈને 1274 રૂપિયા બોલાયો હતો.

મળતી માહિતી અનુસાર હજુ પણ આગામી સમયમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. જો આ જ રીતે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થતો રહ્યો તો સામાન્ય જનતાને ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!