શાનદાર…જોરદાર…જબરદસ્ત… સુરત બાદ હવે ભાવનગરમાં નીકળી વરરાજાની અનોખી જાન, વરરાજા હાથી ઉપર સવાર થઈને રાજાની જેમ…જુઓ અનોખી જાનનો વિડીયો…

Published on: 3:39 pm, Sun, 26 February 23

ગુજરાત રાજ્યમાં ચારેય બાજુ લગ્નની સીઝન ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી લગ્નમાં અનોખી જાન અને અનોખી કંકોત્રી છપાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. થોડાક દિવસ પહેલા સુરત શહેરના વરાછા વિસ્તારમાં નીકળેલી એક જોરદાર જાનનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો અને સમગ્ર ગુજરાતમાં આ જાનની ચર્ચાઓ થઈ હતી.

ત્યારે સુરત બાદ હવે ભાવનગર શહેરમાં નીકળેલી એક અનોખી જાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં નીકળેલી આ અનોખી જાનમાં 50 જેટલી લક્ઝરી કાર અને આગળ રજવાડી ઠાઠીમાં હાથી પર બેસીને વરરાજો પરણવા માટે ગયો હતો. એક બાજુ ડીજેના સૂર અને બીજી બાજુ રૂપિયાના બંડલો ઉડાડવામાં આવ્યા હતા.

વરરાજાની જોરદાર એન્ટ્રી જોઈને આસપાસના લોકો દંગલ થઈ ગયા હતા અને અનોખી જાણ જોવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ અનોખી જાણનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિગતવાર વાત કરીએ તો ભાવનગર શહેરમાં રહેતા રમેશભાઈ ભગવાનભાઈ હાવલિયાના દીકરા કુલદીપના લગ્ન હતા.

લગ્નમાં કુલદીપને હાથીની અંબાડી ઉપર બેસાડીને તેની જાણ કાઢવામાં આવી હતી. આ અનોખો વરઘોડો જોઈને લોકોને રજવાડાઓની યાદ આવી ગઈ હતી. એટલું જ નહીં પરંતુ હાથીની પાછળ 50 જેટલી લક્ઝરી ગાડીઓનો કાફલો પણ વરઘોડામાં જોડાયો હતો. લગભગ એક કિલોમીટર લાંબો વરઘોડો જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ભાવનગરમાં નીકળેલો અનોખો વરઘોડો સૌ કોઈ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. કુલદીપ ના લગ્ન બોટાદ જિલ્લાના ગઢડા ખાતે રહેતા યોગેશભાઈ લાલજીભાઈ વાળોદરાની દીકરી વૈશાલી સાથે 23 ફેબ્રુઆરીના રોજ એટલે કે ગુરૂવારના રોજ થયા હતા. ત્યારે હાથીની અંબાડી ઉપર બેસાડીને કુલદીપનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

અનોખી જાનમાં જાનૈયાઓએ મન મૂકીને ડાન્સ કર્યો હતો અને હરખ હરખમાં જાનૈયાઓએ ઘણા રૂપિયા ઉડાડયા હતા. વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ચારે બાજુ આ અનોખી જાનની ચર્ચાઓ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "શાનદાર…જોરદાર…જબરદસ્ત… સુરત બાદ હવે ભાવનગરમાં નીકળી વરરાજાની અનોખી જાન, વરરાજા હાથી ઉપર સવાર થઈને રાજાની જેમ…જુઓ અનોખી જાનનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*