વલસાડમાં પત્નીના અફેરથી કંટાળીને પતિએ પોતાનું જીવન ટૂંકાવ્યું, મરતા પહેલા યુવકે એક વીડિયો પણ બનાવ્યો… જુઓ સુસાઈડ પહેલાનો વિડીયો…

Published on: 4:08 pm, Sun, 26 February 23

દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી પતિ અથવા તો પતિ કંટાળીને સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય તેવી ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત પત્નીના ગેરકાયદેસર સંબંધથી પતિ કંટાળીને પોતાનું જીવન ટૂંકાવતો હોય છે અથવા તો ઘણી વખત પતિના ગેરકાયદેસર સંબંધી કંટાળીને પત્ની પોતાનું જીવન ટૂંકાવતી હોય છે.

ત્યારે હાલમાં ગુજરાતના વલસાડમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પતિએ પોતાની પત્ની બેવફાઈથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પતિએ સુસાઇડ કર્યું તે પહેલા એક વિડિયો પણ બનાવ્યો હતો. જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો વલસાડમાં પત્નીના આડા સંબંધથી કંટાળીને પતિએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મૃત્યુ પહેલા એક વિડીયો બનાવ્યો અને જેમાં તેને પોતાના સુસાઇડ પાછળ પોતાની પત્નીને જવાબદાર ગણવી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવક રડતા રડતા પોતાની આપ વીતી જણાવે છે.

જેમાં તે કહી રહ્યો છે કે ” મારી પત્ની ભૂમિકા ઠાકોરનું છેલ્લા અઢી વર્ષથી સુનિલ વર્મા નામના વ્યક્તિ સાથે અફેર છે, મેં તેને ઘણી વખત રંગે હાથે પકડી છે. જેના પુરાવા મારા ફોનમાં અને ડ્રાઈવમાં પડ્યા છે. મેં તેને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સમજી નહીં. મેં તેની સાથે સાચો પ્રેમ કર્યો હતો… ભગવાનની જેમ તેની પૂજા કરી. પરંતુ તે મને સમજી શકી નહીં. તેને એટલો પ્રેમ કરું છું કે તેનું અફેર હોવા છતાં પણ હું તેનાથી નફરત કરતો ન હતો.

મૃત્યુ પામેલા વ્યક્તિએ વધુમાં વીડિયોમાં જણાવ્યું કે, “હું આજે જ્યારે તેને સમજાવવા માટે ગયો ત્યારે તેને મને ચોખા શબ્દોમાં કહી દીધું કે તારી સાથે સંબંધ નથી રાખવા અને તું કાંઈક જઈને મરી જા. તો હવે હું તારી લાઇફમાંથી જઈ રહ્યો છું મારા બાળકોનું તું ધ્યાન રાખજે”

હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટના બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યો છે કે મૃત્યુ પામેલા યુવકનું નામ કવલજીત સિંહ હતું અને તે વલસાડની એક બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વલસાડમાં પત્નીના અફેરથી કંટાળીને પતિએ પોતાનું જીવન ટૂંકાવ્યું, મરતા પહેલા યુવકે એક વીડિયો પણ બનાવ્યો… જુઓ સુસાઈડ પહેલાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*