દીકરીઓને પરણાવાની ઉંમરે બાપા ઘોડીએ ચડિયા..! 63 વર્ષની ઉંમરે 6 દીકરીના પિતાએ 24 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા…લગ્નનો એવો હરખ હતો કે…

Published on: 12:18 pm, Tue, 7 February 23

મિત્રો હાલમાં સમગ્ર દેશભરમાં લગ્નની સીઝન ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર તમે ઘણા લગ્નની અવારનવાર વાતો સાંભળી હશે. ત્યારે આજે અમે તમને એક એવા લગ્ન વિશે વાત કરવાના છીએ સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે જેમાં વરરાજા અને દુલ્હનની ઉંમરમાં ઘણો બધો ફરક હોય છે.

ત્યારે હાલમાં તેઓ જ એક કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિએ પોતાનાથી 40 વર્ષ નાની કન્યા સાથે લગ્ન કર્યા છે. નાની ઉંમરની યુવતી સાથે લગ્ન કરનાર વૃદ્ધ વ્યક્તિ છ દીકરીઓનો પિતા છે. ત્રણ વર્ષ પહેલા તેની પત્નીનું નિધન થઈ ગયું હતું. પત્નીના મૃત્યુ બાદ તે ખૂબ જ એકલપણાથી પરેશાન થઈ ગયા હતા.

જેથી તેમને બીજા લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પછી પોતાના વૃદ્ધાવસ્થામાં પોતાની દીકરીની ઉંમરની યુવતી સાથે લગ્ન કર્યા હતા. હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આ વાતની જ ચર્ચાઓ ચાલી રહી છે. આ કિસ્સો યુપીના બારાબંકીના સુબેહા પોલીસ મથક વિસ્તારના જમીન હસૈનાબાદ ચૌધરી ગામનો છે.

લગ્ન કરનાર વૃદ્ધ વ્યક્તિનું નામ નસછેદ યાદવ છે અને તેની ઉંમર 63 વર્ષની છે. જ્યારે લગ્ન કરનાર યુવતીનું નામ નંદની છે અને તેની ઉંમર 24 વર્ષની છે. બંનેની ઉંમર વચ્ચે 40 વર્ષનો ફરક છે. લગ્ન કરનાર વૃદ્ધ વ્યક્તિએ વાતચીત કરતા જણાવ્યું કે, તેમની પ્રથમ પત્નીના મૃત્યુ બાદ ઘણું એકલું એકલું લાગતું હતું.

તેમની તમામ દીકરીઓના લગ્ન થઈ ગયા છે. પત્નીના મૃત્યુ બાદ ઘરમાં રાંધી આપનાર કોઈ ન હતું. આ કારણોસર વૃદ્ધ વ્યક્તિ ઘણા પરેશાન હતા જેથી તેમને બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ લગ્નથી વર અને કન્યા બંને ખુશ છે.

બંને હિન્દુ રીતી રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્નમાં 50 જેટલા જાનૈયાઓ સામેલ થયા હતા. લગ્નની ખુશીમાં વરરાજાએ જોરદાર ડાન્સ કર્યો હતો. હાલમાં વૃદ્ધ વ્યક્તિના લગ્નનો ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચારેય બાજુ વૃદ્ધ વ્યક્તિના લગ્નની જ ચર્ચાઓ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો