અમદાવાદમાં પુલ પરથી નીચે કૂદીને એક યુવતીએ પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો…જુઓ ઘટનાનો લાઈવ વિડિયો…

Published on: 12:50 pm, Tue, 7 February 23

અમદાવાદમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. અમદાવાદના CTM ઓવરબ્રિજ પરથી નીચે કૂદીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ઘટના સ્થળે હાજર નીચે ઉભેલા લોકો યુવતીને બચાવવા માટે બુમાબુમ કરી રહ્યા હતા.

પરંતુ કોઈ યુવતીને બચાવે તે પહેલાં તો તેને બ્રિજ પરથી નીચે છલાંગ લગાવી દીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે ભાગદોડ મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ બપોરના 2.45 વાગ્યાની આસપાસ 108 એમ્બ્યુલન્સને થઈ હતી. તેમને એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ યુવતીએ સીટીએમ ઓવરબ્રિજ પરથી નીચે કૂદીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો છે. જેથી 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ ઘટનામાં યુવતીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત તેના બંને પગના ભાગે પણ ખૂબ જ ગંભીર ઇજા પહોંચી છે. હાલમાં યુવતીની સ્થિતિ ખૂબ નાજુક છે અને તેની સારવાર એલજી હોસ્પિટલમાં ચાલી રહી છે. યુવતીએ કયા કારણોસર પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

પોલીસ દ્વારા આવું કરવા પાછળનું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે યુવતીએ બ્રિજ ઉપરથી નીચે છલાંગ લગાવી ત્યારે ત્યાં હાજર તમામ લોકોની ચીસો નીકળી ગઈ હતી.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવતી ઓવરબ્રિજની દિવાલ પર ઉભેલી જોવા મળી રહે છે. નીચે ઉભેલા લોકો કાંઈ સમજે તે પહેલા તો યુવતીએ ઉપરથી નીચે છલાંગ લગાવી દીધી હતી. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી. યુવતી કોણ છે અને ક્યાંની રહેવાસી છે તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો