દૂધ નહીં મળે તેવો મેસેજ વાયરલ થતા જ લોકોએ ડેરીની બહાર દૂધ માટે પડાપડી કરી, પૂજ્ય કનીરામ બાપુએ કહ્યું કે, જો દ્વારકાવાળાને માનતા હોય તો….

Published on: 10:49 am, Wed, 21 September 22

મિત્રો તમને બધાને ખબર હશે કે ગુજરાતભરના માલધારી સમાજના લોકોએ પોતાની માંગને પૂરી કરવા દૂધ વિતરણ બંધ રાખીને વિરોધ કરવાનું નક્કી કર્યું છે. આ કારણોસર અમદાવાદ જેવા અનેક શહેરોમાં દૂધની ડેરીની બહાર આ લોકોએ પોતાના ધામા નાખ્યા છે. દૂધ લેવા માટે બોડકદેવ નજીક અમૂલ ડેરી પાસે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી.

સોશિયલ મીડિયામાં માલધારી સમાજના મેસેજ વાયરલ થતાં જ દૂધ લેવા માટે લોકોની પડાપડી શરૂ થઈ ગઈ હતી. રાજ્યમાં રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરા સહિતના અનેક સ્થળે દૂધ લેવા માટે પડાપડી થઈ હતી. ત્યારે બીજી તરફ માલધારી સમાજના એક દિવસ દૂધ વિતરણ બંધ કરવાના મામલે દુધરેજ વડવાળા મંદિરના ગાદીપતિ અને માલધારી સમાજના ગુરુ પૂજ્ય કનીરામ બાપુએ માલધારીઓને અપીલ કરી છે.

પૂજ્ય કનીરામ બાપુએ માલધારીઓને અપીલ કરતાં જણાવ્યું કે, કોઈપણ જગ્યાએ આંદોલનને દરમિયાન દૂધના ટેન્કરો રોકવા નહીં. અમુલ દૂધની વિતરણ વ્યવસ્થાને પણ અટકાવી નહીં. આ ઉપરાંત ડેરી તેમજ કોઈના દૂધના ટેન્કરોને રોકીને ધમાલ ન કરવી. વધુમાં પૂજ્ય કનીરામ બાપુએ જણાવ્યું કે, આપણે આપણી ગાયો ભેંસોનું દૂધ નથી વેચવાનું ડેરીને.

આથી જો દ્વારકા વાળા ને માનતા હોય તો મહેરબાની કરીને ધમાલ ન કરતા.  મિત્રો માલધારી સમાજની આ હડતાલ પાછળનું કારણ એ છે કે, ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો 2022 સંપૂર્ણ રીતે નાબૂદ કરવો, માલધારી-ગોપાલક મંડળીઓનો મત નો અધિકાર જે રદ કરેલો છે તે પુનઃસ્થાપિત કરવો.

ગીર બરડા આલેચના માલધારીઓના 17551 કુટુંબોને ST દરજ્જો પુનઃસ્થાપિત કરવો, ગુજરાત સરકાર 100 પશુએ 40 એકર ગૌચર નિયત કરવું તેના પર દબાણ દૂર કરવા, નંદી વસાહત શહેરની બહાર પુનઃસ્થાપિત સહિતની માંગણીઓ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દૂધ નહીં મળે તેવો મેસેજ વાયરલ થતા જ લોકોએ ડેરીની બહાર દૂધ માટે પડાપડી કરી, પૂજ્ય કનીરામ બાપુએ કહ્યું કે, જો દ્વારકાવાળાને માનતા હોય તો…."

Leave a comment

Your email address will not be published.


*