ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ પહેલા ભ્રષ્ટાચારને ખત્મ કરીશું : અરવિંદ કેજરીવાલ

Published on: 6:17 pm, Sun, 2 October 22

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત મના આજે બે દિવસની ગુજરાતના મુલાકાતે આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત મના કાલે બપોરે ગાંધીનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને ભગવંત મનાનું આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી સહિત સેકડો કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત મના ગાંધીધામ અને જૂનાગઢમાં વિશાળ સભાને સંબોધિત કરી હતી. રાત્રે અરવિંદ કેજરીવાલ અને ભગવંત મનાને ગરબા માં ભાગ લીધો હતો અને મા અંબે ની પૂજા કરી હતી અને ગરબે ઘુમીયા હતા. આજરોજ અરવિંદ કેજરીવાલ, ભગવંત મના અને ઈશુદાન ગઢવીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત મના સુરેન્દ્રનગરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરેન્દ્રનગરની જાહેર સભામાં લોકોને જણાવ્યું હતું કે, ડિસેમ્બરમાં જ આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ પહેલા ભ્રષ્ટાચાર ખતમ કરીશું. તમે તમારા ધારાસભ્ય પાસે કોઈ કામ કરાવવા જાઓ તો તેઓ કહે છે કે સરકાર ખોટમાં ચાલી રહી છે, સરકાર પાસે પૈસા નથી. ગુજરાતનું 2.5 લાખ કરોડનું બજેટ અને આ લોકોએ તમારા પર 3.5 લાખ કરોડનું દેવું ચડાવી દીધું છે. વધુમાં અરવિંદ કેજરીવાલે વાત કરતા જણાવ્યું કે, સવારથી લઈને સાંજ સુધી દરેક વસ્તુઓ પર ટેક્સ લાગે છે, આ લોકો અજમો ભેગા કરે છે. આટલા બધા રૂપિયા જાય છે ક્યાં? આ બધા પૈસા તેમની સ્વીસ બેંકમાં જાય છે.

એક એક નેતાએ એટલા રૂપિયા ભેગા કર્યા છે કે તેમની સાત પેઢી ઘરે બેસીને ખાશે અને પછી કહે છે કે સરકાર ખોટમાં ચાલી રહી છે, તે બંધ થવું જોઈએ. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ડિસેમ્બર પછી ગુજરાતમાં કોઈ મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્ય કે અધિકારી પૈસા નહીં ખાય. ગુજરાત સરકારનો એક-એક રૂપિયો લોકો પર ખરચવામાં આવશે. પંજાબની વાત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, પંજાબમાં એક મંત્રી થોડીક ગડબડ કરી રહ્યો હતો, ભગવંત મના એ પોતે જ તેમના મંત્રીને જેલમાં મોકલી દીધો, આમ આદમી પાર્ટી એટલી કટર ઈમાનદાર પાર્ટી છે. ડિસેમ્બરમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે તમે કોઈપણ કામ કરાવવા જશો, ત્યારે કોઈ નેતા તમારી પાસે પૈસા નહીં લે. કોઈપણ નેતા ચોરી નહીં કરે અને ચોરી કરનાર તમામ નેતાઓનો હિસાબ લેવાશે અને જે નેતા ચોરી કરશે તે જેલમાં જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો