રખડતા ઢોરના કારણે બે નાની દીકરીઓના પિતાએ પોતાનો જીવ ગુમાવ્યો, પરિવારના લોકોની હાલત જોઈને તમે પણ રડી પડશો…બે નાનકડી દીકરીઓ પિતા વગરની થઈ ગઈ…

Published on: 10:07 am, Mon, 3 October 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં કેટલાય નિર્દોષ લોકોએ રખડતા ઢોરના કારણે પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે રખડતા ઢોરના કારણે વધુ એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના અમદાવાદના નરોડા વિસ્તારમાં બની હતી. અહીં બાઈક પર સવાર યુવકને રખડતા ઢોરે અડફેટેમાં લીધો હતો.

આ ઘટનામાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોના રિપોર્ટમાં સામે આવ્યું કે, માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાના કારણે બ્રેઈનમાં મલ્ટીપર હેમરેજ થયું છે. જેના કારણે હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ ભાવિન પટેલ હતું. તેમના મૃત્યુના સમાચાર મળતા જ સગા-સંબંધીઓ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. ભાવિન પટેલ નું મૃત્યુ થતાં જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને પરિવારના લોકો માંગ કરી રહ્યા છે કે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. આજે AMCની ઘોર બેદરકારીના કારણે ભાવિન પટેલે પોતાનો જીવ ગુમાવ્યો છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, નવા નરોડાની મુન લાઇટ સોસાયટીમાં રહેતા ભાવિન પટેલ શનિવારના રોજ સવારે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ ની ફોટો કોપી કરાવવા માટે ઘરેથી બાઈક લઈને નીકળ્યા હતા. ત્યારે મનોહર વિલા ચાર રસ્તા પાસે સેન્ટમેરી સ્કૂલ નજીક તેઓ પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ સામેની બાજુએથી દોડતી આવતી ગાય તેમને જોરદાર ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની ઘટનામાં ભાવિન ભાઈના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક ભાવિનભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનો મૃત્યુ નીપજ્યું હતું. ભાવિન ભાઈના મૃત્યુના કારણે બે નાનકડી દીકરી હોય પિતાની છત્રછાયા ગુમાવી છે.

તેમનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ત્યારે ગત શુક્રવારના રોજ નારાયણ નગરમાં રહેતા 63 વર્ષે શારદાબેન બસ સ્ટેન્ડ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પાછળથી ગાય દોડીને આવતી હતી. ત્યારે ગાયથી બચવા માટે શારદાબેન ભાગે છે પરંતુ ગાયને અડફેટેમાં આવી જતા આ ઘટનામાં શારદાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમના હાથના ભાગે ફેક્ચર થયું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો