અરવિંદ કેજરીવાલ જી એ ગુજરાતના વ્યાપારીઓને 5 વાતો, 5 વાયદા અને 5 ગેરેન્ટી આપી.

Published on: 10:51 am, Sun, 7 August 22

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તેમના બે દિવસીય પ્રવાસ માટે ગઈકાલે જામનગર એરપોર્ટ પર આવ્યા હતા. ત્યાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિતના પાર્ટીના ઘણા બધા નેતાઓ અને કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલનું સ્વાગત કર્યું હતું.

અરવિંદ કેજરીવાલે જામનગર એરપોર્ટ પર મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, આજે અમે જામનગરમાં વેપારીઓને મળશું, વેપારીઓની સમસ્યાઓ સાંભળશું અને વેપારીઓ માટે મહત્વપૂર્ણ ગેરંટી જાહેર કરશો. આવતીકાલે અમે આદિવાસી સમાજના લોકોને મળીશું અને જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આદિવાસી સમાજ માટે અમારી શું યોજનાઓ હશે અને તેમના માટે શું કરશું તેની ગેરંટી જાહેર કરીશું.

ગઈકાલે અરવિંદ કેજરીવાલે ગુજરાતના વ્યાપારીઓને પાંચ વાતો, પાંચ વાયદા અને પાંચ ગેરંટી આપી હતી.

1. દર નો માહોલ સંપૂર્ણ રીતે ખતમ કરી દઈશું. નીડરતા અને શાંતિ સાથે વ્યાપાર કરવાનું વાતાવરણ બનાવશુ.

2. દરેક વ્યાપારીને ઈજ્જત આપશો જેના તેઓ અકદાર છે.

3. રેડ રાજ બંધ કરીશું, ભ્રષ્ટાચાર થી મુક્તિ આપશો, જે ફક્ત આખા દેશની કટર ઈમાનદાર પાર્ટી આમ આદમી પાર્ટી જ આપી શકે છે.

4. VAT ના અને બીજા જેટલા પણ રિફંડ પેન્ડિંગ પડ્યા છે, તે બધા છ મહિનામાં ચૂકતે કરી દઈશું અને જીએસટીને ખૂબ જ સરળ બનાવી દઈશું.

5. અરવિંદ ગજરી વાલે પાંચમી ગેરંટી આપતા કહ્યું કે, એક એવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. જેમાં વ્યાપારીઓને પાર્ટનરશીપ આપવામાં આવશે, દરેક સેક્ટર માંથી એક પ્રતિનિધિ ઉભો કરવામાં આવશે જે વ્યાપારીઓની દરેક સમસ્યાઓ અને સુજાવ સરકાર સામે રજૂ કરશે અને સરકાર તરફથી યોગ્ય પ્રમાણની વ્યવસ્થાઓ લાગુ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરવિંદ કેજરીવાલ જી એ ગુજરાતના વ્યાપારીઓને 5 વાતો, 5 વાયદા અને 5 ગેરેન્ટી આપી."

Leave a comment

Your email address will not be published.


*