35 લાખ રૂપિયાનો વીમો પકવવા માટે પતિએ પત્નીનો જીવ લઈ લીધો, પત્નીનો જીવ લેવા માટે 5 લાખ રૂપિયાની સુપારી આપી હતી – જાણો સમગ્ર ઘટના

Published on: 11:20 am, Sun, 7 August 22

હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. પતિએ દેવું ચૂકવવા માટે પત્નીનો જીવ લેવાનું એક ખતરનાક ષડયંત્ર રચ્યું હતું. તેને ઘણા સમય પહેલા તેની પત્નીનો વીમો કરાવ્યો હતો. જો તેની પત્ની મૃત્યુ પામે તો વિમાના 35 લાખ રૂપિયા આવતા હતા. જેના કારણે પતિએ પત્નીનો જીવ લેવા માટે 5 લાખ રૂપિયાની સુપારી આરોપીઓને આપી હતી. આ ઘટના મધ્યપ્રદેશના રાજગઢમાં બની હતી.

26 જુનના રોજ પૂજા મીના નામની મહિલા પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. પૂજાનો જીવ લેવા માટે તેના જ પતિ બદ્રીપ્રસાદે આરોપીઓને સુપારી આપી હતી. એટલું જ નહીં પરંતુ પૂજાનો જીવ લઈને આરોપીએ તેના પિતરાઈ આ કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો, બદ્રીપ્રસાદ પર 40 થી 50 લાખ રૂપિયાનું દેવું હતું. બદ્રીપ્રસાદે તેની પત્નીનો 35 લાખ રૂપિયાનો વીમો કરાવ્યો હતો.

તે વિમાની રકમથી પોતાનું દેવું ચૂકવવા માંગતો હતો. તેથી વીમો પકવવા માટે તેને પોતાની પત્નીનો જીવ લેવાનું કાવતરું ઘડ્યું હતું. જેથી બદ્રીપ્રસાદે ગોલુ મીના, શિકાર શાહ અને હુનરપાલ સિંહ નામના વ્યક્તિઓને તેની પત્નીનો જીવ લેવા માટે પાંચ લાખ રૂપિયાની સોપારી આપી હતી. ત્યારબાદ આ ત્રણેય આરોપીઓએ પૂજા પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો હતો.

આ સમગ્ર ઘટના સામે આવતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી બદ્રીપ્રસાદ અને હુન્નરપાલ સિંહની ધરપકડ કરી હતી. હજુ પણ અન્ય બે આરોપીઓ ફરાર છે, હાલમાં તેમની શોધખોળ ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો 26 જુલાઈ ના રોજ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ બદ્રીપ્રસાદ પોતાની પત્ની પૂજાને બાઈક પર લઈ ગયો હતો. રસ્તામાં બાઈક ખરાબ થઈ ગઈ છે તેમ કહીને બદ્રીપ્રસાદ બાઈક ઉભી રાખી દીધી હતી.

ત્યારબાદ બદ્રીપ્રસાદ બાઈક સરખી કરાવવા જાઉં છું, તેવું બહાનું બનાવીને પોતાની પત્નીને રસ્તા પર બેસાડીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારે ઘટના સ્થળે આજુબાજુ છુપાયેલા ત્રણેય આરોપીઓએ પૂજા ઉપર ગોળી ચલાવી હતી. જેના કારણે પૂજાનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને બદ્રીપ્રસાદે પોલીસને ખોટી માહિતી આપીને તેના પિતરાઈ ભાઈ સહિત ચાર લોકો સામે ખોટા આરોપો લગાવ્યા હતા. જેના કારણે તે 35 લાખ રૂપિયાનો વીમો લઈ શકે.

આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને પૂજાના પતિ બદ્રીપ્રસાદ પ્રસાદ પર શંકા જતા તેના કોલ રેકોર્ડિંગ કઢાવ્યા હતા. ત્યારે જાણવા મળ્યું કે ઘટનાના દિવસે બદ્રીપ્રસાદ ત્રણ લોકો સાથે સખત વાત કરી હતી. ત્યારબાદ પોલીસે બદ્રીપ્રસાદની કડક પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન તેને પોતાનો ગુનો કબૂલ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો