અરવિંદ કેજરીવાલે નવજોત સિધ્ધુને આપ્યું આમંત્રણ, આપ માટે તમારા દરવાજા ખુલ્લા…

Published on: 3:58 pm, Tue, 22 June 21

સોમવારના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના પ્રવાસે ગયા હતા. અરવિંદ કેજરીવાલનું પંજાબ જવાનું મુખ્ય કારણ આગામી વિધાનસભાની ચૂંટણી હતી. ત્યારે અરવિંદ કેજરીવાલના એક નિવેદનના નવજોત સિંહ સિદ્ધુ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી વાતો ઉઠી રહી છે.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે પંજાબમાં આપનો મુખ્યમંત્રીપદના ઉમેદવાર શીખ સમુદાયમાંથી હશે. અને તે પંજાબનો બહુ જ જાણીતો ચહેરો હશે.

આ રીતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવજોત સિંહ સિદ્ધુ આમંત્રણ આપ્યું. યોગાનું યોગ સિદ્ધિ એ પણ સોમવારે કહ્યું કે ચૂંટણીમાં માત્ર સ્ટાર કેમ્પેઈનર બની રહેવામાં મને રસ નથી.

આ વાત કરીને નવજોત સિંહ સિદ્ધુ કહેવા માગે છે કે મહત્વનો હોદ્દો નહીં આપે તો કોંગ્રેસ છોડી દઈશ અને અકડ વલણના કારણે પોતાની ધીરજ ખૂટી રહી છે એવી સ્પષ્ટતા પણ કરી.

અરવિંદ કેજરીવાલે નવજોત સિંહ સિદ્ધુ ને આમંત્રણ આપવાનું કારણ છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીમાં શીખોને આકર્ષિત કરી શકે તેવો કોઈ ચહેરો નથી. આમ આદમી પાર્ટીના નેતા બે વાર લોકસભા જીતી ગયા છે અને હાલમાં તેઓ પ્રદેશ પ્રમુખ પણ છે.

પરંતુ અરવિંદ કેજરીવાલનું એવું કહેવું છે કે આ નેતા આખા પંજાબમાં પ્રભાવ ભાથી શકે તેઓ ચહેરો નથી. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે કહ્યું આમ આદમી પાર્ટી નવજોત સિંહ સિદ્ધુ કેજરીવાલ માટે પસંદગી છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અરવિંદ કેજરીવાલે નવજોત સિધ્ધુને આપ્યું આમંત્રણ, આપ માટે તમારા દરવાજા ખુલ્લા…"

Leave a comment

Your email address will not be published.


*