કેસર કેરીના વધામણા..! સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન,જાણો 10 કિલો ના બોક્સ નો કેટલો ભાવ?

Published on: 4:32 pm, Thu, 14 March 24

ફળોના રાજા ગણાતા કેસર કેરીનું સૌરાષ્ટ્રની ગોંડલ માર્કેટ યાર્ડમાં આગમન થઈ ગયું છે. આપને મિત્રો જણાવી દઈએ કે હરાજીમાં 10 કિલો કેરીનો ભાવ 1900 રૂપિયાથી લઈને 3,000 સુધી બોલાવ્યો હતો. સારા ભાવ મળતા ખેડૂતો પણ કોઈ જોવા મળ્યા હતા

અને સાથે સાથે આ વખતે કેસર કેરીની સીઝનનો ગોંડલમાં એક અઠવાડિયું મોડો પારંભ થયો છે. કેસર કેરીમાં પ્રખ્યાત ગણાતી તાલાલા ગીરની કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે અને આપને જણાવી દઈએ કે ઉના પંથકની પ્રથમ વખત કેસર કેરી માર્કેટયાર્ડમાં પહોંચી છે

અને સીઝનની પ્રથમ કેસર કેરીના 200 બોક્સ માર્કેટ યાર્ડમાં આવતા હરાજી કરવામાં આવી હતી જેમાં તમને ઉપર જણાવ્યું તે મુજબ 1900 રૂપિયાથી લઈને 3000 સુધી ભાવ બોલાવ્યા છે અને ગત વર્ષ કરતાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે ગોંડલ માર્કેટયાર્ડ સૌરાષ્ટ્રનું મોટું માર્કેટ યાર્ડ છે અને અહીં કેરીની આવક થાય છે અને આ કેરી હવે સમગ્ર ગુજરાત રાજ્યમાં ધીરે ધીરે પહોંચશે અને રોજે રોજ કેરીની આવકમાં વધારો

થશે જેમ જેમ આવક થશે તેમ તેમ તેની નિકાસ કરવામાં આવશે જેથી કેરી લોકોના ઘર સુધી પહોંચી શકે. તાજેતરમાં મહારાષ્ટ્રના રત્નાગીરી જાણીતી હાફૂસ કેરી સુરત પહોંચી છે જેનો ભાવ એક કિલોનો 120 થી 150 રૂપિયા બોલાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "કેસર કેરીના વધામણા..! સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન,જાણો 10 કિલો ના બોક્સ નો કેટલો ભાવ?"

Leave a comment

Your email address will not be published.


*