ગોપાલ ઇટાલીયાનો વધુ એક જૂનો વિડીયો થયો વાયરલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના માતા હીરાબા માટે એવા શબ્દો વાપર્યા કે…જુઓ વિડિયો

Published on: 3:37 pm, Fri, 14 October 22

મિત્રો ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાનો વધુ એક જૂનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એમાં ગોપાલ ઇટાલીયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર ટિપ્પણી કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયોમાં ગોપાલ ઇટાલીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે ખૂબ જ ખરાબ શબ્દો વાપર્યા છે.

એટલું જ નહીં પરંતુ ગોપાલ ઇટાલીયા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા વિશે પણ ટિપ્પણીઓ કરી હતી. આ જુનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના twitter એકાઉન્ટ પર આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિવાદિત વિડીયો વાયરલ થતા જ ભાજપના કેટલાક નેતાઓએ પોતાના નિવેદન આપ્યા છે.

ભારતીય જનતા પાર્ટી એ આ વીડિયોને લઈને નિવેદન આપ્યું છે કે, કેજરીવાલના ખાસ ગોપાલ ઇટાલીયાના સંસ્કાર દેખાય છે. આ વિડીયો જૂનો છે પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ગોપાલ ઇટાલીયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની માતા વિશે અયોગ્ય શબ્દોનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે.

વિડીયો વાયરલ થયા બાદ ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે વિવાદિત વીડિયોને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમને પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન ફાવે તેવા શબ્દો વાપરી રહ્યા છે. આ પ્રકારના શબ્દો સાંભળવા પણ યોગ્ય નથી, કહેતા પણ શરમ આવે છે કે આ ભાઈ ગુજરાતી છે.

ત્યારે મંત્રી દેવુસિંહ ચૌહાણએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે, ગોપાલ ઇટાલીયામાં નિમ્ન માનસિકતા છે. તેઓ દેશના અત્યંત મહત્વના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પદની ગરિમા ન જાળવી શકીએ. ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ અધ્યક્ષ એટલા માટે બનાવવામાં કેમ કે કેજરીવાલ પણ આ જ માનસિકતા વાળા છે તેવું મંત્રી દેવુસિંહ ચૌહાણ એ નિવેદન આપ્યું છે.

ગોપાલ ઇટાલીયાના વાયરલ થઇ રહેલા જુના વિડીયોને લઈને હાલમાં ચારેય બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા લોકો તેમના સપોર્ટમાં નિવેદન આપી રહ્યા છે અથવા તો ઘણા લોકો તેમના વિરોધમાં નિવેદન આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગોપાલ ઇટાલીયાનો વધુ એક જૂનો વિડીયો થયો વાયરલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના માતા હીરાબા માટે એવા શબ્દો વાપર્યા કે…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*