એ બાપા આને વળી કોને બીડી આપી..! વાંદરો ઝાડ પર બેસીને બીડી પીતો થઈ ગયો… વીડિયો જોઈને હસી હસીને ગોટો વળી જશો…

Published on: 4:06 pm, Mon, 27 February 23

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના આપણે ઘણા રમુજી વિડિયો જોયા હશે. અમુક વખત પ્રાણીઓની એવી હરકતના વિડીયો સામે આવતા હોય છે. જે જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ખાસ કરીને સોશિયલ મીડિયા પર વાંદરાઓના રમુજી વિડિયો ખૂબ જ વાયરલ થતા હોય છે. કારણકે વાંદરાઓ હંમેશા રમુજી અંદાજમાં રહે છે.

ત્યારે હાલમાં બીડી પીતા એક વાંદરાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાંદરાને બીડી પીતો જોઈને ભલભલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાંદરો ઝાડ પર આરામથી બેઠેલો જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન વાંદરો પોતાની હાથમાં રહેલી સિગરેટ પીતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ સિગરેટ પીધા બાદ વાંદરો પોતાના મોઢામાંથી ધુમાડા પણ કાઢે છે. વાંદરાનું આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈક વ્યક્તિએ વાંદરાને સળગતી સિગરેટ આપી હતી. સૌપ્રથમ તો વાંદરો સિગરેટ જોઈને મૂંઝવાય છે કે આનું શું કરવું? ત્યારબાદ વાંદરો સિગરેટનું સળગતો ભાગ પોતાના મોઢામાં લાગે છે ત્યારે તેને ગરમ લાગે છે અને તે સિગરેટ પોતાના મોઢાથી દૂર લઈ લે છે.

થોડીક વાર પછી વાંદરો સિગરેટ સીધી કરીને શાંતિથી બેસીને સિગરેટ પીવાનું શરૂ કરી દે છે. જાણે વાંદરાનું સિગરેટ પીવાનું દરરોજનું કામ ન હોય તેવી રીતે સિગરેટ પીને ધુમાડા પણ કાઢી રહ્યો છે.વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર ranthambote_tours નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોમાં 5 લાખથી પણ વધારે લાઇક આવી ચૂકી છે. આ ઉપરાંત વીડિયો જોઈને ઘણા લોકો તો કોમેન્ટ બોક્ષમાં ખૂબ જ રમુજી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એ બાપા આને વળી કોને બીડી આપી..! વાંદરો ઝાડ પર બેસીને બીડી પીતો થઈ ગયો… વીડિયો જોઈને હસી હસીને ગોટો વળી જશો…"

Leave a comment

Your email address will not be published.


*