અંબાણી પરિવારની જામનગરમાં થયેલ પ્રી-વેડિંગ સેરેમની માં તે લોકોએ અને તેમના પરિવાર એ સમગ્ર જામનગરનું નહીં પરંતુ ગુજરાતીઓનું દિલ જીતી લીધું છે. ત્યારે અનંત અને રાધિકા મર્ચન્ટ તેમના પ્રિ વેડિંગ સેરેમની પહેલા કોકીલા બહેન સાથે ચોરવાડ ગામ પહોંચ્યા હતા.
આપને જણાવી દઈએ કે આ ગામ તેમનું વતન છે કારણ કે ધીરુભાઈ અંબાણી તે અહીંથી જ મોટા થયા છે અને તેઓના ઘરે શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં આવતા જ હોય છે ત્યારે અનંતના પ્રી વેડિંગ સેરેમની માં તેઓ સમસ્ત ગામજનો માટે ભોજન લીધું હતું
અને તેના અવનવા વિડીયો આપણે બધાએ જોયા હતા.પરંતુ લોક ડાયરાનું આયોજન પણ હતું જે અમુક જ લોકો જાણે છે ને ડાયરાની અંદર પણ દેવાયત ખવડ સિવાય લગભગ મોટાભાગના કલાકારો હાજર હતા. આ ભવ્ય લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી અલ્પાબેન પટેલ બ્રીજદાન ગઢવી
જેવા લોકપ્રિય કલાકારોએ ભજનોને લોકકથા ની રમઝટ બોલાવી હતી અને ખાસ કરીને અનંત અંબાણીએ તમામ ગામ વચ્ચે કહ્યું હતું કે આ ગામમાંથી દસ વર્ષમાં 10 ધીરુભાઈ ઉભા થવા જોઈએ અને ચોરવાડ ની માતા મને અને રાધિકાને આશીર્વાદ આપજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment