હાલમાં આપણે બધા જાણીએ છીએ કે અંબાણી પરિવારમાં હરખના તેડા છે એનું કારણ માત્ર એટલું જ છે કે અનંત અંબાણી અને રાધિકાના લગ્ન હવે જુલાઈ મહિનામાં થવાના છે પરંતુ હાલમાં કપલના પ્રિ વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં યોજવાનો છે
જેને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જામનગર રીલાયન્સ ટાઉનશીપ પાસે આવેલા જોગવડ ગામડામાં મુકેશ અંબાણી અનંત અંબાણી અને રાધિકા સહિત અંબાણી પરિવારના બીજા પરિવારના સભ્યોએ ગામડાના લોકોને પરંપરાગત રીતે ગુજરાતી જમણવાર પીરસ્યું હતું.
અંબાણી પરિવારની છનારી વહુ રાધિકાના નાની અને માતા-પિતા વિરેન અને શેલા પણ અન્ન સેવામાં ભાગ લીધો હતો અને લગભગ 51,000 લોકોને ભોજન પીરસવામાં આવ્યું હતું.અંબાણી પરિવાર એ અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પૂર્વ સમારંભ માટે સ્થાનિક સમુદાયના આશીર્વાદ લેવા માટે અન્ન સેવાનું આયોજન કર્યું છે
View this post on Instagram
જે ભોજન બાદ હાજર લોકોએ ડાયરાની મોજ પણ માણી હતી જેમાં કિર્તીદાન ગઢવી સહિત અને કલાકારોએ મોજ કરાવી હતી. 1 માર્ચથી ત્રણ માર્ચ સુધી જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી
અને રાધિકાના વેડિંગ ફંક્શનની ઇવેન્ટ છે તેમાં અંબાણી પરિવારના આંગણે ખુશીના પ્રસંગમાં રિલાયન્સ આસપાસના ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં જ લોક ડાયરા નો અને ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment