અમદાવાદમાં ઘરે રમતો બે વર્ષનો એક માસૂમ બાળક સ્ક્રુ ગળી ગયો, ત્યારબાદ થયું એવું કે, જાણો સમગ્ર ઘટના

105

અમદાવાદનો એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં એક બાળક રમતો રમતો નાનો સ્ક્રુ ગળી ગયો હતો. આ બાબતની તેના માતા-પિતાને જાણ થતાં માતા-પિતા બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.

સમગ્ર ઘટના એમ છે કે અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા અને સુથાર કામ કરતા રામકલાલ ચૌહાણ નો બે વર્ષનો બાળક પિયુષ ઘરમાં રમતો રમત સ્ક્રુ ગળી ગયો હતો. જેના કારણે બાળક ને ઉલટી થવા લાગી હતી.

અને જેને લઇને તેના માતા-પિતા તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. માતા-પિતાને એવું લાગ્યું કે પિયુષ ને સતત શરદી અને ઉધરસ રહે તે માટે માતા-પિતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.

જ્યારે ખાનગી હોસ્પિટલમાં દિવસનો એક સર્વે કરવામાં આવ્યો ત્યારે જાણવા મળી કે પિયુષ ત્રણથી ચાર વસ્તુઓ ગળી ગયો છે. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું કે બાળક નાની ચેન અને ટાંકણી પેટમાં હોય તેવી જાણ થઈ હતી.

જેના કારણે બાળકની સર્જરી કરાવવી પડે એમ હતી તે માટે બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. આ પિયુષ ના રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને રિપોર્ટમાં જાણવા મળ્યું કે લગભગ છ થી આઠ મહિનાથી પિયુષ ના આંતરડામાં સ્ક્રુ ચોટી ગયો હશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ સિવિલ હોસ્પિટલના બાળકો દ્વારા સર્જરી કરીને બાળકના આંતરડામાંથી સ્ક્રુ બહાર કાઢવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડોક્ટરે માતા-પિતાને સલાહ આપી હતી કે ઘરમાં એવી વસ્તુ હોય છે બાળક મળી જશે તે બાળક થી દૂર રાખવી અને એવી જગ્યાએ મૂકવી જ્યાં બાળકને પહોંચી શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!