પત્નીને બચાવવા ખંભા પર લઈને નીકળ્યા વૃદ્ધ,તેની પત્નીને થયું એવું કે વૃદ્ધ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

87

મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.વરસાદને કારણે અનેક જગ્યાએ ભુસ્ખલન થતાં રસ્તાઓ બંધ થઈ ગયા છે.લોકોના સંપર્ક એકબીજાથી તૂટી ગયા હતા.કોઈ વાહનની અવર-જવર થઇ શકતી નથી.

આ દરમિયાન નંદૂબાર જિલ્લાથી એક તસવીર સામે આવી છે. અહીંયા એક લાચાર પતિ પત્નીને ખંભા પર ઊંચકીને જતો જોવા મળ્યો હતો.

નિઝર તાલુકાને અડીને આવેલા નંદુરબાર જિલ્લાના ચાંદસેલી ગામની સિદલીબેન પાડવીને પેટમાં દુખાવો થતાં એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા પરંતુ ચાંદસેલી ઘાટ તરફ જવાના માર્ગ પર ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો પરંતુ પતિએ હિંમત હાર્યા વગર પત્નીને ખંભા પર ઉસકે હોસ્પિટલ સુધી દોટ મૂકી હતી.

અહીંયા ભારે વરસાદ પડતો હતો અને તેથી તમામ રસ્તાઓ બંધ હતા. અહીંયા રહેતા એક વૃદ્ધની પત્ની ની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી અને રસ્તા બધા ધોવાઈ ગયા હતા.

આથી પતિએ પત્નીને ખભે ઊંચકી લીધી હતી. પરંતુ કમનસીબે પાંચ કિલોમીટર સુધી ચાલ્યા બાદ તેના પતિના ખંભા પર પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું અને સાતપુડા પર્વતીય વિસ્તારના આદિવાસીઓની કમનસીબી અને દુઃખ ફરી એક વખત સામે આવ્યું છે.

પત્નીનું મોત થયા બાદ રસ્તા વચ્ચે મૂકી દીધા હતા અને રડતા હતા. તે પોતાના નસીબને અને સરકારને દોષ આપતા હતા. હોય તેમની મદદે આવ્યા ન હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!