આ લોકોને ટિકિટ નહીં આપવાને લઈને સી.આર.પાટીલે આપ્યું મહત્વનું નિવેદન, જાણો વિગતે.

96

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ટિકિટ માટે દાવેદારો પડાપડી કરી રહ્યા છે અને તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ એ ટિકિટો ને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે 60 વર્ષ થી ઉપરના વ્યક્તિને ભાજપની અંદર ટિકિટ આપવામાં આવશે નહીં અને સાથે જ 3 ટર્મ થી વધુ વાર ચૂંટાયા હશે.

તે લોકોને પણ ભાજપમાં ટિકિટ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે હોદ્દેદારો અને આગેવાનો કોઈપણ સગા ને ટિકિટ આપવામાં આવશે નહીં.આજ રોજ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની.

હાજરીમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની અધ્યક્ષતામાં મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. તેઓએ કહ્યું કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

કે 60 વર્ષ થી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં નહીં આવે, જેમની 3 ટર્મ પૂરી થઈ ગઈ હોય તેમણે પણ ટિકિટ આપવામાં નહિ આવે અને આગેવાનો ના સગા સંબંધીઓને ટિકિટ આપવામાં નહિ આવે.

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખની જાહેરાત થયા બાદ ભાજપ અને કોંગ્રેસ એ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે તો અમુક જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે.

આમ ચૂંટણીની તારીખ જાહેર થતાં તોડ-જોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ચૂંટણીને લઈને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ શરૂ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!