નવરાત્રિનો તહેવાર નજીક આવતો જાય છે તેમ ગરબાના આયોજનને મંજુરી મળશે કે નહીં તે જે જાણવા લોકોમાં ભારે ઉત્સુકતા હોય છે. આ માહોલમાં ફરી એક વખત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં મોટા ગરબા આયોજનને મંજુરી મળે તેવી શક્યતા હાલ માં નથી. તેમને વધુમાં કહ્યું કે,ગ્રામીણ કક્ષાએ કે પછી શહેરમાં શેરીગરબા સંદર્ભે કેવી રીતે પરમિશન આપી મંજૂરી આપવી તે મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો નથી.
તેમને એ પણ સ્પષ્ટતા કરી કે ખાનગી સોસાયટીમાં ગરબાને મંજૂરી પણ શક્યતા જણાતી નથી.તેમને કહ્યું કે,ધાર્મિક માન્યતા અને ધ્યાનમાં રાખી ગરબાનું સોસાયટી કે ગામમાં આયોજન કરવા બાબતે હાલ હોય નિર્ણય લેવામાં આવ્યો નથી અને કેન્દ્રની છૂટછાટ ના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે.
મુખ્યમંત્રી રાજ્ય સરકારનો નવરાત્રી મહોત્સવ યોજવાનો નિર્ણય લીધો છે. આઉપરાંત ઘણા ગરબા આયોજકોએ જાહેરાત કરી છે કે, ગરબાનું આયોજન આ વખતે તે નહીં કરે. ડોક્ટરોએ સરકારને સૂચના આપતા કહ્યું છે.
તેમાં મોટાપાયે ગરબા ન કરવા કહ્યું છે. આ સંજોગોમાં હાલમાં રાજ્યમાં આયોજન અંગેની શક્યતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉક” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!