ભાન વગરના ડોક્ટરે ગરીબ મહિલાના ગર્ભાશયના ઓપરેશન વખતે તેની બંને કિડની કાઢી લીધી, દવાખાને જાવ તે પહેલા ચેતી જજો..!

Published on: 1:03 pm, Sun, 11 September 22

મિત્રો હાલમાં એક એવી ઘટના બની છે જે સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આ ઘટનામાં એક ડોક્ટરે ઓપરેશન કરવાની આડમાં એક મહિલાની બંને કિડની કાઢી લીધી છે. મળતી માહિતી અનુસાર અચાનક જ મહિલાની તબિયત બગડવા લાગી ત્યારે આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો અને જાણવા મળ્યું તે મહિલાની બંને કિડની કાઢી લેવામાં આવી છે.

ત્યારબાદ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને પીએચસીએચમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ત્યાં મહિલાની હાલત વધુ ખરાબ હોવાના કારણે તેને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલ મોકલવામાં આવી હતી. હાલમાં તે ડાયાલિસિસ પર છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, બરીયાપુર ચોક નજીક એક ક્લિનિકના સંચાલક પર આરોપ લગાવવામાં આવ્યા છે કે, તેને સુનિતા દેવી નામની મહિલાનું ગર્ભાશયનું ઓપરેશન કર્યું હતું. આ દરમિયાન ક્લિનિકના સંચાલકે ઓપરેશનના આડમાં સુનિતા દેવી નામની મહિલાની બંને કિડની કાઢી નાખી હતી.

ત્યારબાદ સુનિતા દેવી ની હાલત બગડી હતી અને તેને એક ખાનગી દવાખાનામાં લઈ જવામાં આવી હતી. ત્યાં હાલત બગડતા તેને મુઝફફરપુરની એચકેએમસીએચ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અહીં ડોક્ટરે સુનિતા દેવીની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે તેની બંને કિડની કાઢી લેવામાં આવી છે.

હાલમાં સુનિતા દેવી ડાયાલિસિસ પર છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ આરોપી ડોક્ટર તેમજ સંચાલક પવન ક્લિનિક બંધ કરીને ફરાર થઈ ગયો છે. ન્યુઝ 18 ના સવાદદાતાએ આરોપી ડોક્ટર સાથે ફોન પર વાત કરી હતી. ત્યારે આરોપી ડોક્ટરે જણાવ્યું હતું કે, ઓપરેશન તેને નહીં પરંતુ અન્ય ડોક્ટરે કર્યું છે.

ફોન પર વાતચીત દરમિયાન ડોક્ટરે સ્વીકાર્યું હતું કે ભૂલ થઈ ગઈ છે અને તે પોતાની બંને કિડની આપવા માટે તૈયાર છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ મહિલાના ઘરે પહોંચી હતી. ઉપરાંત પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી રાજધાની છે. આ મામલે હવે પોલીસ સ્પષ્ટ તપાસ કરીને વધુ માહિતી આપશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાન વગરના ડોક્ટરે ગરીબ મહિલાના ગર્ભાશયના ઓપરેશન વખતે તેની બંને કિડની કાઢી લીધી, દવાખાને જાવ તે પહેલા ચેતી જજો..!"

Leave a comment

Your email address will not be published.


*