માત્ર 2000 રૂપિયા માટે યુવકે પોતાના મિત્રના ગળાના અને હાથના હાડકા ભાંગી નાખ્યા, મિત્રની એવી હાલત કરી નાખી કે…વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે…

Published on: 2:42 pm, Sun, 11 September 22

મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં પૈસા માટે લોકો પોતાની વર્ષોની મિત્રતા ભૂલીને એકબીજાના જીવના દુશ્મન બની જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં માત્ર 2000 રૂપિયા માટે એક યુવકે પોતાના મિત્રની અધમુઓ ના થાય ત્યાં સુધી તેની જુલાઈ કરી હતી.

આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. આ ઘટના બકસરમાં બની હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક તેના મિત્રને દિવાલ ઉપર જોર જોરથી પછાડી રહ્યો છે.

એટલું જ નહીં પરંતુ તે તેના મોઢાના અને છાતીના ભાગ પર પણ પ્રહાર કરી રહ્યો છે. મિત્રની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ છતાં પણ યુવક તેને મૂકતો નથી અને સતત તેની ધુલાઈ કરે છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સમગ્ર ઘટનાને લઈને બોલી છે ઇજાગ્રસ્ત થયેલા યુવકના ત્રણ મિત્રો સામે ફરિયાદ નોંધે છે. અત્યાર સુધી આ ત્રણેય આરોપીઓ ફરાર છે. આ ઘટના બક્સરના બાલી ગામની છે. અહીં જુગાર રમવા માટે પૈસા ન આપતા ત્રણ મિત્રોએ ભેગા મળીને એક દલિત યુવકની ધુલાઈ કરી હતી.

ત્યારબાદ આરોપીઓ પીડિત યુવકના ખિસ્સામાંથી 2000 રૂપિયા કાઢીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના શુક્રવારના રોજ મોડી સાંજની છે. પરંતુ તેનો વિડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતાં જ પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

પોલીસે ઘટનાના ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્રણેય આરોપીઓ હજુ ફરાર છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં પીડિત યુવકના ગળાના અને હાથના હાડકા ભાગી ગયા છે. તે ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માત્ર 2000 રૂપિયા માટે યુવકે પોતાના મિત્રના ગળાના અને હાથના હાડકા ભાંગી નાખ્યા, મિત્રની એવી હાલત કરી નાખી કે…વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*