ગોપાલભાઈ ઉપર પણ એક FIR કરવામાં આવી, આ બધી જ વસ્તુ દર્શાવે છે કે ભાજપના લોકો આમ આદમી પાર્ટીથી કેટલા ડરી રહ્યા છે: મનોજ સોરઠીયા

Published on: 12:33 pm, Tue, 6 September 22

આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયા એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવના કારણે ભ્રષ્ટ ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે. એટલા માટે જ તે લોકો હવે હિંસક રસ્તાઓ અપનાવી રહ્યા છે. તે લોકો વારંવાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપર જીવલેણ પ્રહાર કરી રહ્યા છે જે હજુ પણ થઈ રહ્યું છે. મનોજ સોરઠીયા એ વધુમાં વાત કરતા જણાવ્યું કે થોડાક દિવસ પહેલા મારા પર જીવલેણ પ્રહાર કરવામાં આવ્યા હતા.

પરંતુ હું સચ્ચાઈની અને દેશ બચાવવા માટે લડી રહ્યો છું. આ કારણોસર ઉપરવાળાની મહેરબાની ના કારણે આજે મારું સ્વાસ્થ્ય સારું છે. મારા ઉપર ખોટી FIR દાખલ કરવામાં આવી. આ ઉપરાંત ગોપાલ ઇટાલીયા પર પણ એક FIR કરવામાં આવી. આ બધી જ વસ્તુ દર્શાવે છે કે ભાજપના લોકો આમ આદમી પાર્ટી થી કેટલા ડરી રહ્યા છે. વધુમાં મનોજ સોરઠીયા એ જણાવ્યું કે આ બધી ઘટનાઓથી આમ આદમી પાર્ટી વધુ મજબૂત બનશે અને વધુ મહેનત કરશે. હવે ગુજરાતની જનતા જાણી ગઈ છે કે ફક્ત આ મારી પાર્ટી જ સાચા અર્થમાં લોકોની સેવા કરી શકશે.

વધુમાં મનોજ સોરઠીયા એ જણાવ્યું કે આ માનવી પાર્ટીમાં ગુજરાતમાં એક સમક્ષ વિકલ્પ રૂપે ઉભરી રહી છે. ગુજરાત સાથે હવે સમગ્ર દેશના લોકો માની રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં એક મજબૂત વિપક્ષ અને વિકલ્પ છે. વધુમાં મનોજ સોરઠીયા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી રાજનીતિ મુદ્દાની રાજનીતિ છે. આમ આદમી પાર્ટી હંમેશા લોકોના પ્રશ્નો ઉઠાવે છે. આમ આદમી પાર્ટીના જીવનમાં વધારે થી વધારે રાહત મળે તેવા બધા પ્રયત્નો કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગોપાલભાઈ ઉપર પણ એક FIR કરવામાં આવી, આ બધી જ વસ્તુ દર્શાવે છે કે ભાજપના લોકો આમ આદમી પાર્ટીથી કેટલા ડરી રહ્યા છે: મનોજ સોરઠીયા"

Leave a comment

Your email address will not be published.


*