રાજકોટમાં ગુસ્સામાં ભરાયેલા જમાઈએ પુરપાટ ઝડપે કાર ચલાવીને સસરાને કચડી નાખ્યા, જાણો શું છે સમગ્ર ઘટના… જુઓ ઘટનાના હચમચાવી દેતા CCTV ફૂટેજ

Rajkot kanakota Village: રાજકોટમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. રાજકોટના  કાલાવાડ રોડ(Kalawad Road) પર કણકોટ ગામ(Rajkot kanakota Village) નજીક રહેતા એક વૃદ્ધ વ્યક્તિ ઉપર તેના જ જમાઈ(son-in-law) કાર ચડાવીને તેમનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર રીશામણે આવેલી દીકરી પાસેથી તેના દીકરા દીકરીને પરત લઈ જવા માટે જમાઈ પોતાના મિત્રો સાથે પત્નીના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં ન બોલવાનું બોલીને ધમાલ મચાવી હતી.

ત્યાર પછી બળજબરીથી દીકરા અને દીકરીને કારમાં બેસાડીને લઈ ગયો હતો. આ દરમિયાન સસરા જમાઈને રોકવા માટે જાય છે. પરંતુ ગુસ્સામાં ભરાયેલા જમાઈ પોતાના સસરા ઉપર બહાર કરાવીને તેમનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદી કરનાર માલદેભાઈ કરસનભાઈ પાંડવદરા જણાવ્યું કે, હું સેન્ટીંગમાં કામ કરું છું અને પરિવાર સાથે કાલાવડ રોડ પર કણકોટ ગામ પાસે આવેલી હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર ની સામે મફતિયા પરા ક્વાર્ટર સામે રહું છું. મારે સંતાનમાં છ વર્ષની દીકરી અને એક દીકરો છે. મારી સૌથી મોટી દીકરીના લગ્ન જામનગરમાં રહેતા હિતેશ સોમાભાઈ ચાવડા સાથે દસ વર્ષ પહેલા થયા છે. તેને સંતાનમાં 9 વર્ષની દીકરી અને છ વર્ષનો દીકરો છે.

દીકરી અને તેના પતિ વચ્ચે ઝઘડો થતાં પાંચ મહિના પહેલા દીકરી મારા ઘરે રિસામણે આવી હતી. જ્યારે મારી દીકરીના બાળકો અને જમાઈ હિતેશ સાથે જામનગરમાં રહેતા હતા. ગઈકાલે સવારે 8:30 વાગ્યાની આસપાસ મારી દીકરી સંધ્યા તેની દીકરી નો જન્મદિવસ હતો એટલે જામનગર તેના સસરાના ઘરે જવા માટે નીકળી હતી અને બપોરે 3:30 વાગ્યાની આસપાસ સંધ્યા એ મને ફોન કરીને કહ્યું હતું કે, હું મારી દીકરી અને દીકરાને લઈને રાજકોટ આવું છું અને સાંજે સાડા છ વાગ્યાની આસપાસ તેઓ ઘરે આવ્યા હતા.

સાંજે 7:30 વાગ્યાની આસપાસ અમે ઘરમાં બેઠા હતા ત્યારે અચાનક જ મારા જમાઈ હિતેશ અને તેનો મિત્ર અને અન્ય બે વ્યક્તિઓ ઘરની બહાર આવીને અપ શબ્દો બોલવા લાગ્યા હતા. એટલું જ નહીં પરંતુ હિતેશ સંધ્યાના વાળ પકડીને તેને મારવા લાગ્યો હતો અને કહેતો હતો કે મારા છોકરાઓ મને આપી દે.

ત્યારબાદ બળજબરીથી જમાઈ દીકરા અને દીકરીને ગાડીમાં બેસાડીને લઈને નીકળી ગયા હતા. એટલા માટે હું તેમને રોકવા ગયો હતો ત્યારે હિતેશ સ્પીડમાં મારી ઉપર ગાડી ચડાવીને મારો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ સીસીટીવી ફૂટેજ ના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*