પૂરપાટ ઝડપે ચાલતી ટ્રેનમાં સ્ટંટ કરો યુવકને ભારે પડી ગયો, અચાનક જ યુવક સાથે કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

Published on: 12:20 pm, Sat, 10 June 23

Stunt viral video: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ(Stunt viral video) થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણને હસવું આવી જતું હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને આપણા રુવાડા બેઠા થઈ જતા હોય છે. મિત્રો હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને આવા સમયમાં ઘણા યુવાનો વિડીયો અને રીલ્સ બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં નાખતા હોય છે.

ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં ચાલુ ટ્રેનમાં વિડીયો બનાવવા માટે સ્ટંટ કરી રહેલા એક યુવક સાથે અચાનક જ કંઈક એવું થયું કે વિડીયો જોઈને હૃદયના ધબકારા વધી જશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઝડપી ટ્રેનના ગેટ પર એક યુવક બહાર લટકતો નજરે પડી રહ્યો છે.

ત્યારે યુવકના પાછળના ગેટ પર ઉભો રહીને એક યુવક તેનો વિડીયો ઉતારી રહ્યો છે. આ દરમિયાન યુવક ટ્રેનના પાટાની બાજુમાંથી પસાર થતા થાંભલા સાથે અથડાય છે. થાંભલા સાથે અથડાતા જ યુવકે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને તેનો હાથ છૂટી ગયો હતો. જેના કારણે યુવક ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો.

આ યુવકનું આ ઘટનામાં મૃત્યુ થયું કે તેનો જીવ બચી ગયો તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ વિડીયો જોતા એવું જ લાગી રહ્યું છે કે યુવકનું ઘટના સ્થળે મોત થઈ ગયું હશે. આ ઘટનાનો વિડીયો ઘણા સમયે પહેલાનો છે. પરંતુ ફરી એક વખત અમે આ વિડીયો તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.

વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર 1000 WAYS TO DIE નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે આ વિડીયો અત્યાર સુધીમાં આઠ લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે. આ ઉપરાંત વીડિયો જોઈને ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પૂરપાટ ઝડપે ચાલતી ટ્રેનમાં સ્ટંટ કરો યુવકને ભારે પડી ગયો, અચાનક જ યુવક સાથે કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…"

Leave a comment

Your email address will not be published.


*