ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી માત્ર 18 વર્ષની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો એવું તો શું દુઃખ આવી પડ્યું હશે…

Published on: 5:32 pm, Sat, 14 October 23

આજરોજ સવારે બનેલી વધુ એક સોસાયટીની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. મળતી માહિતી અનુસાર BAમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મૃતદેહ તેના રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. વિદ્યાર્થીની કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

સવાર થઈ ગઈ છતાં પણ રૂમમાંથી બહાર ન આવી એટલે અન્ય વિદ્યાર્થીનીઓએ તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો અને પછી રૂમનો દરવાજો તોડવામાં આવ્યો ત્યારે દીકરીનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતું મળી આવ્યું હતું. પછી આ ઘટનાની જાણ પોલીસ અને સુસાઇડ કરનાર વિદ્યાર્થીનીના પરિવારજનોને કરવામાં આવી હતી.

આ ઘટના ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી સામે આવી રહે છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુસાઇડ કરનાર દીકરીનું નામ આશિકા સિંહ હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી.

આશિકા પીજી કોલેજમાં બીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ ઉપરાંત તે ગર્લ્સ હોસ્ટેલમાં રૂમમાં એકલી રહેતી હતી. શુક્રવારના રોજ સાંજના સમયે આશિકાએ પોતાના પરિવાર સાથે વાતચીત કરી હતી. જ્યારે આજરોજ સવારે આશિકાએ પોતાના રૂમનો દરવાજો ખોલ્યો નહીં.

એટલે અન્ય વિદ્યાર્થીનીઓએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં. ત્યાર પછી દરવાજો તોડવામાં આવ્યો ત્યારે આશિકાનું મૃતદેહ અંદરથી લટકતી હાલતમાં મળી આવ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.

પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ઉપરાંત આશિકાએ કયા કારણોસર સુસાઇડ કર્યું છે તેનું કારણ જાણવાની પણ પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. માત્ર 18 વર્ષની દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી માત્ર 18 વર્ષની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો એવું તો શું દુઃખ આવી પડ્યું હશે…"

Leave a comment

Your email address will not be published.


*