સાયકલ લઈને ઘરે જતી 18 વર્ષની યુવતીને સામેથી આવતા ટ્રેક્ટરે કચડી નાખી, દીકરીનું ઘટનાસ્થળે તડપી તડપીને મોત…જુઓ મોતનો ભયંકર વિડિયો…

Published on: 11:54 am, Fri, 24 February 23

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટનાના સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક ઝડપી ટ્રેક્ટર ચાલકે સામેથી આવતી વિદ્યાર્થીનીને કચડી નાખી હતી. આ કારણોસર 18 વર્ષની વિદ્યાર્થીનીનું રીબાઈ રીબાઈ મોત થયું છે. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી દીકરીના પરિવારજનો અને ગામના લોકો ભારે રોષમાં ભરાયા હતા અને હોબાળો કર્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળે ટ્રેક્ટર મુકીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ટ્રેક્ટર-ટ્રોલી કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી દીકરીના પરિવારજનોને સમજાવવામાં પોલીસને બે કલાક જેટલો સમય લાગ્યો હતો. પોલીસે મૃતક દીકરીના પરિવારજનોને સમજાવીને શાંત પાડ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના ગોરખપુરમાં બની છે.

વિગતવાર વાત કરીએ તો રામાનંદ પાંડે નામના વ્યક્તિની મોટી દીકરી દીપશિખા BSCમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ઘટનાના દિવસે તે કોચિંગ સેન્ટરમાં ગઈ હતી. સેન્ટરના ક્લાસ પૂર્ણ થયા બાદ સાંજના સમયે તે પોતાના ઘર તરફ પરત ફરી રહી હતી. આ દરમિયાન માટીથી ભરેલા ટ્રેક્ટર-ટ્રોલીએ રસ્તામાં તેને કચડી નાખી હતી.

અકસ્માતના વાયરલ થયેલા સીસીટીવી ફૂલેજમાં તમે જોઈ શકો છો કે, વિદ્યાર્થીની સાયકલ લઈને જતી જોવા મળી રહે છે. આ દરમિયાન સામેથી આવતા ટ્રેક્ટરે તેને કચડી નાખી હતી. આ કારણોસર વિદ્યાર્થીની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી દીકરીના પરિવારજનોએ અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં 50 લાખ રૂપિયા વળતરની માંગ કરી હતી. આ પછી અધિકારીઓએ પરિવારજનોને ખાતરી આપી છે કે આ બાબત મુખ્યમંત્રીના ધ્યાનમાં લેવામાં આવશે અને પરિવારને આર્થિક મદદ કરવામાં આવશે. ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાયકલ લઈને ઘરે જતી 18 વર્ષની યુવતીને સામેથી આવતા ટ્રેક્ટરે કચડી નાખી, દીકરીનું ઘટનાસ્થળે તડપી તડપીને મોત…જુઓ મોતનો ભયંકર વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*