સુરતમાં સીટીબસ ચાલકની ભૂલના કારણે 18 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો, દીકરાના માતા-પિતાએ કહ્યું કે જ્યાં સુધી…

Published on: 10:33 am, Thu, 22 September 22

હાલમાં સુરત શહેરમાં એક બસ ચાલકની ભૂલના કારણે 18 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં બની હતી. પાંડેસરામાં સીટી બસમાં ચડતી વખતે યુવકનો પગ લપસી ગયો હતો જેના કારણે તે નીચે પડ્યો હતો.

આ દરમિયાન સીટી બસ યુવકના પગ ઉપરથી પસાર થઈ ગઈ હતી. જેના કારણે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું અને તેનું આ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું. પાંડેસરા ઇન્દિરા નગરમાં રહેતા વિજયભાઈ મોર્યા લુમ્સના કારખાનામાં કામ કરે છે. તેમના દીકરાનું નામ વિશન છે અને તેની ઉંમર 18 વર્ષની છે. વિશન ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો.

મંગળવારના રોજ તે ટ્યુશનમાંથી ઘરે જવા માટે નીકળ્યો હતો. ત્યારે પાંડેસરા તેરે નામ ચોકડી પાસે સીટી બસમાં તે ચડતો હતો. આ દરમિયાન તેનો પગ લપસ્યો હતો. જેથી તે નીચે પડ્યો હતો. ત્યારે બસ ચાલકે બસ હકાવી મૂકી હતી જેના કારણે વિશનના પગ ઉપરથી બસ પસાર થઈ ગઈ હતી.

આ ઘટના માટે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા વિશનને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. વિશનના પરિવારે જ્યાં સુધી બસ ડ્રાઇવરની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીટી બસના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્યારબાદ પોલીસે મૃતક બાળકના પરિવારજનોને સમજાવ્યા હતા પછી પરિવારના લોકોએ પોતાના દીકરાનું મૃતદેહ સ્વીકાર્યું હતું. એવું જાણવા મળી રહ્યું છે કે પાંડેસરા પોલીસે સીટી બસના ડ્રાઇવરની મોડી સાંજે ધરપકડ કરી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં સીટીબસ ચાલકની ભૂલના કારણે 18 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો, દીકરાના માતા-પિતાએ કહ્યું કે જ્યાં સુધી…"

Leave a comment

Your email address will not be published.


*